Home ગુજરાત ગાંધીનગર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના પાંચ સ્થળે વિવિધ યોજનાના લોકાર્પણ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના પાંચ સ્થળે વિવિધ યોજનાના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે

25
0

(G.N.S) dt. 9

ગાંધીનગર,

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના પાંચ સ્થળે વિવિધ યોજનાના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમ દરમિયાન જુદી જુદી આવાસ યોજનાના ૩૩૧૩ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.


રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.10 ફેબ્રુઆરી-2024ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 થી વધુ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે.


રાજ્ય વ્યાપી આ કાર્યક્રન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દહેગામ તાલુકાના સાંપા ગામના દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ ખાતે ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૯૩ આવાસ, નગરપાલિકા વિસ્તારના ૬૫૧,આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના ૧૯ આવાસ અને પંડિત દિનદયાળ આવાસ યોજનાના પાંચ મળી કુલ ૭૬૮ આવાસોનું લોકાર્પણ કરાશે. માણસા તાલુકામાં ૪૧ ગામ કડવા પાટીદાર સમાજ વાડી, રીદ્રોલ રોડ ખાતે ધારાસભ્યશ્રી જે .એસ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૧૪૫ અને નગરપાલિકાના ૭૦૨, આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના ૧૪ મળી કુલ ૮૬૧ આવાસોનું લોકાર્પણ થશે. કલોલ તાલુકામાં ઓ.એન.જી.સી ગ્રાઉન્ડ પંચવટી વિસ્તાર ખાતે ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોરની હાજરીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૬૬ આવાસો, નગરપાલિકાના ૩૮૩ આવાસો અને આંબેડકર આવાસ યોજના ગ્રામ્યના ૦૯ મળી કુલ ૪૫૮ આવાસોનું લોકાર્પણ થશે. તથા ગાંધીનગર શહેર ઉત્તરમાં સેક્ટર-17 હેલીપેડ ડોમ ખાતે ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ અને દક્ષિણમાં દાદા નગર કન્વેન્શન સેન્ટર, અમદાવાદ- મહેસાણા હાઇવે, અડાલજ ખાતે ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૧૮ આવાસો તથા ગુડાના ૧૨૦૮ આવાસો મળી કુલ ૧૨૨૬ આવાસોનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ નિહાળી આવાસ યોજનાઓના ઈ- લોકાર્પણ તથા ખાતમુહુર્તના સાક્ષી બને તે માટે આયોજન હાથ ધરાયુ છે.


આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જુદી જુદી આવાસ યોજનાઓ થકી ડી.આર.ડી.એ , ગુડા, નગરપાલિકા, આંબેડકર આવાસ યોજના ગ્રામ્ય અને શહેરી તથા પંડિત દિન દયાળ આવાસ યોજનાના કુલ 3,313 આવાસોના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર સાંસદ જન મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ્દ હસ્તે “ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ” (GNPL) ઉદ્ઘાટન આગામી તારીખ 12 ફેબ્રુઆરીના રોજ થશે…
Next articleભુજમાં ઔદ્યોગિક એકમો/ઉદ્યોગ સાહસિકો માટે 9 ફેબ્રુઆરી 2024ના રોજ NSSOના ઉપ પ્રાદેશિક કાર્યાલય, સુરેન્દ્રનગર દ્વારા જાગૃતિ સંમેલનનું આયોજન