Home દેશ - NATIONAL વડનગરમાં લગ્નનું ભોજન બગાડતા થયું ધિંગાણું

વડનગરમાં લગ્નનું ભોજન બગાડતા થયું ધિંગાણું

319
0

જી.એન.એસ, તા.૧
વડનગર તાલુકાના ઉંઢાઈ ગામમાં જમવાનું બગાડવાના મુદ્દે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક શખસને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં પોલીસે સામસામે ફરિયાદ નોંધી ૮ શખસોએ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સર્જાયેલી ઘટનાને પગલે લગ્ન પ્રસંગે જાણે રંગમાં ભંગ પડયો હોવાનો ઘાટ સર્જાયો હતો.
આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર વડનગર તાલુકાના ઉંઢાઈ ગામમાં રહેતા સોમાજી નારણજીના દિકરાના લગ્ન હોવાથી તેમણે જમણવારના દિવસે ગામના જ કુંવરજી બદાજી ઠાકોર અને તેમના પરિવારજનોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ, તેઓ ન આવતાં સોમાજી તેમને કહેવા ગયા હતા કે તમે અમારું જમવાનું કેમ બગાડયું જેથી આ મુદ્દે બંન્ને વચ્ચે તકરાર સર્જાઈ હતી અને એકાએક મામલો બીચકતાં ધારિયા અને ધોકા વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં સોમાજીએ પહેરેલ સોનાની ચેઈન કયાંક પડી ગઈ હતી. જયારે બે શખસોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના સંદર્ભે વડનગર પોલીસ મથકે સામસામે ફરીયાદો નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસ ૮ શખસો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમારુવાત અચાનક સળગી ઉઠી, કારમાં સવાર તમામનો આબાદ બચાવ
Next articleતાલોકમાં મહિલાને ત્રણ શખ્સોએ માર માર્યો