વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓની રેત માફિયાઓ સાથે મીલિભગત છે: ભરૂચના સાંસદ મનસુખ વસાવા
(જી.એન.એસ) તા. 30
ભરૂચ,
ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાદર અને સિટિંગ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના ઝઘડિયામાં ચાલતા રેતીના વાહનોને લઈ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ઝઘડિયામાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનોને લઈ વહીવટી તંત્ર પર ખૂબ ગુસ્સે પણ થયા હતા મનસુખ વસાવા. તેમણે ઉમલ્લા ગામની મુલાકાત સમયે વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કેટલાક અધિકારીઓ રેતી માફીયાઓ સાથે સેટિંગ ધરાવે છે. રેતીના ઓવરલોડ વાહનોમાં ડીડીઓ, ટીડીઓ, આરટીઓ, ભુસ્તર વિભાગ, પોલીસ સહિત તમામ અધિકારીઓની મીલિભગત છે. આ બાબતે કલેક્ટરને જાણ પણ કરવામાં આવી હતી. છતાં કલેક્ટરે કોઈ પગલા ના લીધા. વસાવાએ વધુમાં કહ્યું કે, ઓવરલોડ વાહન બંધ નહીં થાય તો જન આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલીવાર નથી બની આ અગાઉ પણ સાંસદ મનસુખ વસાવા ગુજરાતમાં દારૂબંધી મુદ્દે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત મુદ્દે અને રેત ચોરી અંગે અનેકવાર પોતાની જ સરકારના વહીવટી વિભાગ સામે સવાલ ઉઠાવી ચુક્યા છે, જેના લીધે તેઓ ખૂબ ચર્ચાઓમાં પણ રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.