Home ગુજરાત ગાંધીનગર લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં ગુજરાત સતત...

લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં ગુજરાત સતત છઠ્ઠા વર્ષે દેશભરમાં મોખરે: ગુજરાત સતત ત્રણ વર્ષથી “એચીવર્સ” કેટેગરીમાં પ્રથમ ક્રમે

7
0

(જી.એન.એસ) તા.૪

નવી દિલ્હી/ગાંધીનગર,

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ના વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતા, સરકારી મંજૂરી મેળવવાની સુગમતા અને રાજ્યમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવાના રાજ્ય સ્તરીય પ્રયાસો જેવા વિષયો પર રેન્કીંગ જાહેર કરાયું  છે. લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતા માટેની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં ગુજરાતે સતત ત્રણ વર્ષથી “એચીવર્સ” કેટેગરીમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે. જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જતીન પ્રસાદ દ્વારા “લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા છે. ગુજરાતે અગાઉ LEADS સૂચકાંકમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ના વર્ષોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યોને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે જેમાં “એચીવર્સ”, “ફાસ્ટ મૂવર્સ” અને “એસ્પાયરર્સ” છે, જેમાં “એચીવર્સ” એ ટોચની શ્રેણી છે. ગુજરાતે સતત ત્રણ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪ માટે ટોચની શ્રેણીમાં આ સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની સક્રિય નીતિઓ અને સુસંગત માળખાને કારણે ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ બધામાં મુખ્ય ભાગ  સુવિધાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, રાજ્ય સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આપેલી સહાય અને વ્યવસાય સુગમતાનો રહેલો છે. આ ઉપરાંત ઇનોવેટીવ અને ઉત્તમ પ્રદર્શન કરનારી કંપનીઓને વિવિધ કેટેગરીમાં “Logistics Excellence, Advancement and Performance Shield (LEAPS)” એવોર્ડ આપવામાં આવ્યા હતા.ગુજરાત હંમેશા રોકાણ અને માળખાકીય વિકાસ માટે નીતિ આધારિત અભિગમ અપનાવતું આવ્યું છે જેના પરિણામે ગુજરાત ૨૦૨૧માં લોજિસ્ટિક્સ ક્ષેત્ર-વિશિષ્ટ પૉલિસી ધરાવતા પ્રથમ રાજ્યોમાં સામેલ થયું હતું. આ નીતિના ઉત્તમ અમલીકરણ થકી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. અત્રે ઉલલેખનીય છે કે, ગુજરાત રાજ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું મુખ્ય આર્થિક કેન્દ્ર રહ્યું છે. ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે ૪૮ નોન-મેજર પોર્ટ્સ અને કંડલા પોર્ટ સાથે, ગુજરાત હંમેશા પોર્ટ અર્થવ્યવસ્થા રહી છે, જે ભારતનો ૪૦ ટકા પોર્ટ કાર્ગો હેન્ડલ કરે છે. આ ઉપરાંત, ગુજરાતે એક વ્યાપક લોજિસ્ટિક્સ માળખાકીય મૂલ્ય શ્રેણી વિકસાવી છે જેમાં દૂરસ્થ વિસ્તારો સુધી પહોંચતા પહોળા માર્ગોની જાળવણી, DMIC, DFC, એક્સપ્રેસ-વે, પોર્ટ વિકાસ, રેલ્વે જોડાણ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.રાજ્યએ ઓટોમેશન અને ડિજિટલ ઉકેલોમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે, જેમ કે પોર્ટ ઓપરેશન્સ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (POFMS), વાહન ૪.૦ જેમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ૨૦થી વધારે ફેસલેસ સેવાઓ, PM ગતિ શક્તિ ગુજરાત, અને ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ જેવા ડીઝીટલ ટુલ્સનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field