Home મધ્ય ગુજરાત અમદાવાદ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રવીણા ડી. કે.ના...

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ

97
0

લોકસભા સામાન્ય ચૂંટણી-2024: અમદાવાદ જિલ્લો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા મતદારયાદી અને મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવા વિશેષ સૂચનો આપી માર્ગદર્શન અપાયું

(જી.એન.એસ),તા.૨૨

અમદાવાદ,

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક અને ચૂંટણીના સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા તમામ સ્ટાફને તાલીમ આપી સજ્જ કરવા તથા પોલિંગ બુથની વ્યવસ્થાની ચકાસણી કરી કોઈ ખામી કે ત્રુટિ ન રહે તેની કાળજી રાખવી જરૂરી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ  કહ્યું કે, જે વિધાનસભા મતવિસ્તારમાં અગાઉની ચૂંટણીઓમાં ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકોની મુલાકાત લઈ ક્યાં કારણોસર મતદાન ઓછું થયું, તેની સમીક્ષા હાથ ધરવી જોઈએ. ક્રિટિકલ અને વલ્નરેબલ મતદાન મથકોની વ્યવસ્થામાં વિશેષ કાળજી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મતદારયાદી અને મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી હશે, તો મતદાનના દિવસે ખૂબ સરળતાથી મતદાન કરાવી શકાશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ સાથે સંકલન રાખવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆવશ્યક સેવાકર્મીઓ(Absentee Voters on Essential Service(AVES))ને અપાશે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા
Next articleપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત પધાર્યા:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું