(G.N.S) dt. 7
ગાંધીનગર જિલ્લાના ર્ડાકટર, વકીલ, ડેરી અને યુજીવીસીએલ એસોશિએશન નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરશે
ગાંધીનગર,
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ દરમિયાન ગાંધીનગર જિલ્લાના મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ અને લોકશાહીમાં મતદારો પોતાના મતાધિકારનું મૂલ્ય સમજે અને અચૂક મતદાન કરે તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ એસોશિએશન સાથે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરવા પ્રેરાય તેવા ઉમદા આશયથી મતદાર જાગૃત્તિ અંગે વિવિધ કાર્યક્રમો- પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના વિવિધ એસોશિએશનો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને અને લોકોને તેમના મતનું મૂલ્ય સમજાવે તેવી જાગૃત્તિ લાવવા માટે ગાંધીનગર જિલ્લાના ર્ડાકટર, વકીલ, યુજીવીસીએલ, ડેરી, આર.ટી.ઓ સાથે સાથે આઇઓસીએલ, એચપીસીએલ, બીપીસીએલ જેવા ફિલ્ડ અધિકારીઓના એસોસિએશનના ચેરમેન સાથે જિલ્લા કલેકટરશ્રી એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરાર થકી આ એસોશિએશનો તેમના સંપર્કમાં આવનાર તમામ નાગરિકોને ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃત્તિની પ્રવૃત્તિઓમાં સહભાગી થશે. તેમજ મતદાન કરવા માટે સૌને જાગૃત કરશે. આ માટે તેઓ વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને પ્રેરિત કરે તેવો અનુરોધ પણ જિલ્લા કલેકટરશ્રીએ કર્યો હતો.
આ એમ.ઓ.યુ. દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ચૂંટણી વિભાગના મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલ સહિત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.