(જી.એન.એસ),તા.૦૫
ગાંધીનગર,
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં ગાંધીનગર જિલ્લાના મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ અને લોકશાહીમાં મતદારો પોતાના મતાધિકારનું મૂલ્ય સમજે તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ અને ઔધોગિક એકમો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના પાંચ વિવિધ એસોશિએશન સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરવા પ્રેરાય તેવા ઉમદા આશયથી મતદાર જાગૃત્તિ અંગે વિવિધ કાર્યક્રમો- પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાની જી.આઇ.ડી.સીના એકમોમાં કામ કરતાં વ્યક્તિઓ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને અને તેમના મતનું મૂલ્ય સમજે તેવી જાગૃત્તિ લાવવા માટે જી.આઇ.ડી.સી.ના વિવિધ એસોશિએશન સાથે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એમ.ઓ.યુ. કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ માણસા ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન, ગાંધીનગર એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ એસોશિએશન, ગાંધીનગર ઇલેક્ટ્રોનિક ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જી.આઇ.ડી.સી. ઇ.પી.એસઇઝેડ ગાંધીનગર એસોસિએશન અને દહેગામ જીઆઇડીસી મેમ્બર્સ એસોસિએશનના ચેરમેન સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરાર થકી ઔદ્યોગિક એકમો અને તેની સાથે સંકળાયેલ કામદારો- શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃત્તિની પ્રવૃત્તિઓમાં સહભાગી થશે. તેમજ મતદાન કરવા માટે સૌને જાગૃત કરશે.
આ એમ.ઓ.યુ. દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ચૂંટણી વિભાગના મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલ સહિત વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.