(જી.એન.એસ),તા.૦૬
ગાંધીનગર,
આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગરની “બૃહદ બેઠક” અને “સંવાદ” કાર્યક્રમ ઉમિયા માતા સંસ્થાન હોલ, સેકટર-12 ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમ માં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો અંગેની ચર્ચા તેમજ સંગઠનાત્મક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી એચ.એસ.પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, મહાનગરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.