Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં...

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યમાં પારદર્શકતા જળવાઇ રહે તે રીતે ઇ.વી.એમ.- વીવીપેટનું પ્રથમ રેન્ડેમાઇઝેશન પૂર્ણ

81
0

(જી.એન.એસ),તા.૦૬

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યમાં પારદર્શકતા જળવાઇ રહે તે રીતે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ૧૬૪૯ ઇવીએમ બીયુ-સીયુ સાથે અને ૧૭૮૦ વીવીપેટ મશીનનું પ્રથમ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું હતું. હવે, પાંચેય વિધાનસભા મતદાર વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે.

                ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ઇવીએમ મશીન અને વીવીપેટ મશીનનું પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

                રેન્ડેમાઇઝેશન પ્રક્રિયા હાથ ઘરતાં પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ સમગ્ર રેન્ડેમાઇઝેશન પ્રક્રિયાની સમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને આપતાં જણાવ્યું હતું કે, આજે જિલ્લાના મતદાન મથકોને લક્ષમાં રાખી ૧૨૫ ટકા બીયુ-સીયુ અને ૧૩૫ ટકા વીવીપેટનું રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કુલ – ૧૩૨૦ મતદાન મથકના ૧૨૫ ટકા એટલે કે ૧૬૪૯ જેટલા બીયુ-સીયુ સાથેના ઇવીએમ મશીનનું અને ૧૩૫ ટકા એટલે ૧૭૮૦ વીવીપેટ મશીનનું રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નની સમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સરળ ભાષામાં દષ્ટાંત પૂર્વક આપી હતી.

                લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાન માટેના ઇવીએમ મશીન અને વીવીપેટ મશીનના પ્રથમ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના પ્રથમ રેન્ડેમાઇઝેશન કરીને કુલ ૧૬૪૯ ઇવીએમ અને ૧૭૮૦ વીવીપેટનું ફાળવણી કરવામાં આવી છે.  જેમાં ૩૪ દહેગામને ૩૦૩ ઇવીએમ અને ૩૨૮ વીવીપેટ, ૩૫ ગાંધીનગર(દ)ને ૪૪૫ ઇવીએમ અને ૪૮૦ વીવીપેટ, ૩૬ ગાંધીનગર(ઉ)ને ૩૦૧ ઇવીએમ અને ૩૨૫ વીવીપેટ, ૩૭- માણસાને ૩૧૦ ઇવીએમ અને ૩૩૪ વીવીપેટ અને ૩૮ કલોલને ૨૯૦ ઇવીએમ અને ૩૧૩ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. પ્રથમ રેન્ડેમાઇઝેશન કરીને આ તમામ ઇવીએમ અને વીવીપેટ મશીન વાવોલ ખાતે સ્થિત વેરહાઉસથી ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર સખત સુરક્ષા જવાનના પેરા હેઠળ, રાજકીય પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં અને વિડિયોગ્રાફી કરીને જિલ્લાના પાંચેય મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇવીએમ અને વીવીપેટ સુપ્રત કરવામાં આવશે.

                આ રેન્ડેમાઇઝેશન સમગ્ર પ્રક્રિયાનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા અને તેમની ટીમના ચૂંટણી મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલ સહિત સ્ટાફે પારદર્શક રીતે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ત્રણ વખત રેન્ડેમાઇઝેશન કરીને પૂર્ણ કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી 2024 અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગરની “બૃહદ બેઠક” અને “સંવાદ” કાર્યક્રમ ઉમિયા માતા સંસ્થાન હોલ, સેકટર-12 ખાતે યોજાયો
Next articleદૈનિક રાશિફળ (તા.૦૮-૦૪-૨૦૨૪)