Home ગુજરાત લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં સળવળાટ

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં સળવળાટ

16
0

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમના બદલે પથિકાશ્રમમાં બેઠકનું આયોજન

બેઠકમાં ગુજરાત ભાજપના 52 નેતાઓને આમંત્રિત કરાયા

(જી.એન.એસ),તા.૦૬

ગાંધીનગર,

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આ વચ્ચે આજે ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક યોજાનાર છે. જેમાં લોકસભા ચૂંટણીનો એક્શન પ્લાન બેઠકમાં નક્કી કરાશે. આ બેઠકમાં પહેલા અમિત શાહ હાજરી આપવાના હતા. પરંતું બેઠકમાં અમિત શાહની હાજરી પર સસ્પેન્સ યથાવત છે. અમિત શાહ જયપુર DG કોન્ફરન્સમાં હોવાથી ન આવે તેવી શક્યતા છે. આ બેઠકમાં ગુજરાત ભાજપના 52 નેતાઓને આમંત્રિત કરાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાસે. જેમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલની હાજરી પણ જોવા મળવાની છે. આ તમામ નેતાઓ લોકસભાની ભાજપની રણનીતિ પર ચર્ચા કરશે. જોકે, મહત્વની બાબત એ છે કે, મીટિંગનુ સરનામું કમલમ નથી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમના બદલે પથિકાશ્રમમાં બેઠકનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

જોકે, આ બેઠક કમલમ કાર્યાલયની જગ્યાએ ગાંધીનગર પથિકાશ્રમમાં યોજાશે. આ બેઠકમાં માત્ર 52 નેતાઓને જ આમંત્રિત કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિતના આમંત્રિત લોકોને જ હાજર રહેવાની સૂચના અપાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી અને એક્શન પ્લાન પર ચર્ચા થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંજાબના પ્રભારી તરીકે પંજાબમાં ભાજપની બેઠકમાં હોવાથી ગેરહાજર રહેશે. તો ગૃહમંત્રી અમિત શાહ અગાઉ આ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ હાલ તેમની હાજરી પર શંકા યથાવત છે. ગૃહમંત્રી અમિત શાહ જયપુર DG કોન્ફરેંસમાં હાજર હોવાથી નહી આવી શકે તેવી વાત સામે આવી છે. પરંતુ આ બેઠકથી એ તો નક્કી છે કે, લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં આ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી અને એક્શન પ્લાન પર આ નેતાઓ વચ્ચે ચર્ચા યોજવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article11 જાન્યુઆરીએ ન્યૂ સ્વાન મલ્ટીટેકનો IPO આવશે
Next articleગુજરાતમાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે