Home ગુજરાત ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે

ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે

17
0

બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા,બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે

(જી.એન.એસ),તા.૦૬

ગાંધીનગર,

નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી. ત્યારે હવે ગુજરાત પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે.  ગુજરાતના નાગરિકો માટે નવા વર્ષ મોટા ખુશખબર આવી રહ્યાં છે. ગુજરાતના બીપીએલ રેશન કાર્ડધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતુ થઈ જશે. આગામી ફેબ્રુઆરી મહિનામા રજૂ થઈ રહેલા બજેટમાં આ જાહેરાત કરી દેવાશે. હાલ ગુજરાતમાં રાંધન ગેસનો બોટલ 925 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. 

જો ગુજરાતમાં 450 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર મળશે તો મોંઘવારીમાં મોટી રાહત થશે. હાલ નાગરિકો ચારેતરફથી મોંઘવારીમાં ભીંસાઈ રહ્યાં છે. ગુજરાત સરકારે અનેકવાર ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાના વાયદા આપ્યા છે, પરંતુ જનતાને તેની કોઈ રાહત મળતી નથી. મોંઘવારીથી ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ છે. આ મામલે વિપક્ષો પણ સરકારની ટીકા કરી રહ્યાં છે. ત્યારે આગામી સંભવત બજેટમાં નાણામંત્રી ગેસ સિલિન્ડરના ભાવ ધટાડાની મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. આ જાહેરાતથી ગુજરાતના 35 લાખથી વધુ પરિવારોને મોટી રાહત મળશે. આવા પરિવારોના ખાતામાં ગેસ સબસીડી સીધી જમા થઈ શકશે. દર મહિને તેઓને 450 રૂપિયામાં એક ગેસ સિલિન્ડર મળશે. 

તમને જણાવી દઈએ કે 450 રૂપિયામાં સિલિન્ડર વેચવાને કારણે રાજ્ય સરકાર પર 626 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નોંધનીય છે કે અગાઉની અશોક ગેહલોત સરકારે એપ્રિલ 2023માં ઉજ્જવલા યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું હતું. રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઉજ્જવલા-બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર 450 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યુ કે 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે. તેમણે કહ્યું કે મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ફાયદો 70 લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં સળવળાટ
Next articleરાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી