(જી.એન.એસ.,કાર્તિક જાની)ગાંધીનગર,તા.૨૮
કોંગ્રેસના આંતરીખ વિખવાદના કારણે જ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમા જોડાઈ ગયા હતા.ત્યારે ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓમા આંતરીખ વિખવાદ હોવા છતાં પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં હતાં.ગુજરાતની વિધાનસભા 2017મા કોંગ્રેસે સારી એવી સીટો મેળવી હતી પરંતુ સરકાર બની શકે એટલી સીટો નહીં હોવાને કારણે વિરોધ પક્ષમા બેસવાનો વારો આવ્યો હતો. ત્યારે 2019મા લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથેજ ભાજપ કોંગ્રેસની ઘણી વિકેટો પાડવામાં સફળ રહી હતી.એને પરિણામે કોંગ્રેસ આંતરીખ રીતે તૂટી ગઈ હોય એવું લાગતું હતું. છતાં પણ કોંગ્રેસને એવી ધારણા હતી કે અમે ગુજરાતમાં 8 થી 10 સીટો મેળવીશું.પણ પરિણામ એવું આવ્યું કે કોંગ્રેસ એક પણ સીટ લોકસભામાં મેળવીના શકી. અને લોકસભાની ચૂંટણીમા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો.અને ભાજપે ગુજરાતમાંથી 26 સીટો ઉપર જીત હાંસલ કરી. હાઇકમાન્ડને પણ એવી આશા હતી કે ગુજરાતમાં સારું પરિણામ કોંગ્રેસ મેળવશે.પણ તે આશા ઉપર પાણી ફરી વળ્યું.ગુજરાતમાં સંગઠન નબળું પડ્યું. ત્યારે હવે ગુજરાતમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.ગુજરાતમાં અમિત ચાવડા તેમજ પરેશ ધાનાણીની જગ્યા ઉપર ફેરફાર થવાના એંધાણ છે. ત્યારે હાઈ કમાન્ડની નજર કોંગ્રેસનો નવો ચહેરો મધુસુદન મિસ્ત્રીને કમાન સોંપાય તેવી અટકળો ચાલી રહી છે.કેમ કે મધુ સુદન મિસ્ત્રી રાહુલ ગાંધીના નજીકના વિશ્વાશું ગણાતા છે. મધુ સુદન મિસ્ત્રી ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા છે. તેમજ 2004અને 2009મા સાબરકાંઠા લોકસભા સીટ પરથી સાસંદ પણ રહી ચૂકેલા મધુ સુદન મિસ્ત્રીને કમાન સોંપાય એવી અટકળો ચાલી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.