Home ગુજરાત અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની નીતિન પટેલ સાથે મુલાકાત: શુ ભાજપમાં જોડાવાની...

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની નીતિન પટેલ સાથે મુલાકાત: શુ ભાજપમાં જોડાવાની તૈયારી છે?

396
0

(જી.એન.એસ.,કાર્તિક જાની)ગાંધીનગર,તા.૨૮
કોંગ્રેસ પક્ષથી નારાજ અલ્પેશ ઠાકોર લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના તમાંમાં પદો ઉપરથી રાજીનામુ આપી દીધું હતું. અને કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય પદ છીનવી લેવા અધ્યક્ષ ને પણ લેટર લખ્યો છે ત્યારે આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ડે. મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે મુલાકાતે આવ્યા હતા અને 20 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો.ત્યારે આ મુલાકાતે એવો વેગ પકડ્યો છે કે શું અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે? કેમ કે જે રીતે લોકસભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘણી તેમજ શંકર ચૌધરી સાથે ફોટા વાઇરલ થયા હતા તેથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા.કેમ કે જે રીતે ઠાકોર સમાજનું પ્રભુત્વ ગણાતી લોકસભાની સીટો જેવી કે બનાસકાંઠા,સાબરકાંઠા તેમજ પાટણ જેવી સીટો ઉપરથી ભાજપે સારી લીડ હાંસલ કરી છે. એનો શ્રેય અલ્પેશ ઠાકોરને જાય છે.ત્યારે આજે ફરી અલ્પેશ ચર્ચામાં આવ્યો છે.જે રીતે નીતિન પટેલ સાથે 20 મિનિટ જેટલી કરેલી મુલાકાત ઘણું બધું કહી જાય છે.
કેમ કે રાજ્યસભાની બે સીટો ખાલી પડી છે.અને આ સીટ જીતવા ભાજપને 10 ધારાસભ્યોનો સહારો લેવો પડશે.આજે જે રીતે નાયબ મુખ્ય મંત્રી સાથે મુલાકત થઈ તે સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સમયમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે એવી શક્યતાઓ છે.અલ્પેશ સાથે ધવલસિંહ ઝાલા એ પણ નીતિનભાઈ સાથે મુલાકાત કરી હતી.આજની બેઠકમાં અલ્પેશની માંગણીઓને લઈને ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેન્સ્ટુઅલ હાઈજીન ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ મનસુખ માંડવિયાનું યુનિસેફ ઇન્ડિયા દ્વારા સન્માન કરાશે
Next articleલોકસભા ચૂંટણીમાં ભૂંડી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારની તૈયારી