છેલ્લા દિવસ- કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજકોટ કોંગ્રેસનાં નેતાએ નામાંકન ભર્યા
(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર/રાજકોટ,
ગાંધીનગરથી લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે 12:39 વાગ્યાના વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નાના કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. ગાંધીનગર લોકસભામાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારી બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે.
રાજકોટ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું હતું. સોગંદનામામાં પરેશ ધાનાણીએ હાથ પરની રોકડ રૂા. 1,04,331 બતાવી હતી. 2022-23 માં 12,69,510 આવક થઈ હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે 380 ગ્રામ સોનું હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે માલિકીની કાર ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની દર્શાવી છે. તેમજ સ્થાવર મિલકત અંદાજિત 1.25 કરોડની હોવાનું દર્શાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.