(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર/લખનઉ,
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, મંગળવારના રોજ યોજાશે . જેના કારણે રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો. મંગળવારે (7 મે) દેશની 93 લોકસભા સીટો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં સૌનું ધ્યાન ગુજરાતના ગાંધી નગર, મહારાષ્ટ્રની બારામતી સીટ, મધ્યપ્રદેશની રાજગઢ સીટ અને યુપીની મૈનપુરી પર રહેશે. કારણ કે ગાંધીનગરમાં ચૂંટણી જંગ ભાજપના ઉમેદવાર અમિત શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ વચ્ચે છે. જ્યારે બારામતીમાં સુનેત્રા પવાર અને સુપ્રિયા સુલે વચ્ચે થશે. રાજગઢ સીટ પર દિગ્વિજય સિંહ અને રોડમલ નગર વચ્ચે સીધો મુકાબલો છે જ્યારે મૈનપુરીમાં ડિમ્પલ યાદવ અને જયવીર સિંહ વચ્ચે સીધો મુકાબલો છે.
માહિતી અનુસાર ત્રીજા તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય નેતાઓમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ (ગાંધીનગર), જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના), મનસુખ માંડવિયા (પોરબંદર), પુરુષોત્તમ રૂપાલા (રાજકોટ), પ્રહલાદ જોશી (ધારવાડ) અને એસપી સિંહ બઘેલ (આગ્રા)નો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (વિદિશા) અને દિગ્વિજય સિંહ (રાજગઢ) પણ આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 11 બેઠકો પર, ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર, કર્ણાટકની 28માંથી બાકીની 14 બેઠકો પર, છત્તીસગઢની 7 બેઠકો પર, મધ્યપ્રદેશની 9 બેઠકો પર, બિહારની 5 બેઠકો પર, આસામમાં 4-4 અને પશ્ચિમ બંગાળ અને ગોવાની તમામ 2 બેઠકો પર પણ મતદાન થશે. આ સાથે જ ત્રીજા તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 2 બેઠકો પર પણ મતદાન થશે. તમને જણાવી દઈએ કે અનંતનાગ-રાજૌરી સીટ પર યોજાનારી ચૂંટણી હવે છઠ્ઠા તબક્કા માટે સ્થગિત કરવામાં આવી છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો બસવરાજ બોમાઈ (હાવેરી) અને બદરુદ્દીન અજમલ (ધુબરી)નું ભાવિ પણ 7 મેના રોજ ઈવીએમમાં સીલ થઈ જશે. ઉત્તર પ્રદેશમાં દિવંગત મુલાયમ સિંહ યાદવના પરિવારના ઘણા સભ્યો પણ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ ની વાત કરીએ તો 7 મેના રોજ યોજાનારી ચૂંટણીનો પ્રચાર રવિવારે થંભી ગયો હતો. ત્રીજા તબક્કામાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, આમલા અને બરેલીમાં મતદાન થશે. આ તબક્કામાં 1.88 કરોડ મતદારો 100 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 1 કરોડથી વધુ પુરુષ મતદારો અને 87 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ, યુપીના પર્યટન મંત્રી જયવીર સિંહ, મહેસૂલ રાજ્ય મંત્રી અનુપ પ્રધાન બાલ્મિકી અને મુલાયમ સિંહ યાદવના પરિવારના ઘણા સભ્યોના ભાવિનો નિર્ણય થશે.
મધ્યપ્રદેશની 9 બેઠકો પર પણ ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. આ ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. અહીં મુરેના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ અને બેતુલ બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કા માટે 20,456 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી, શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજગઢથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને 30 વર્ષથી વધુ સમય પછી લોકસભા ચૂંટણીમાં વાપસી કરી છે, તેમના વિરોધી 2 વખતના બીજેપી સાંસદ રોડમલ નગર છે. મધ્યપ્રદેશમાં બીજેપી ક્લીન સ્વીપની આશા રાખી રહી છે. મધ્યપ્રદેશની કુલ 29 બેઠકોમાંથી 12 બેઠકો માટે 19મી અને 26મી એપ્રિલે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બાકીની આઠ બેઠકો પર ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે.
મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 11 સીટો પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. આમાં બારામતી સીટ પણ સામેલ છે. જ્યાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કામાં બારામતી, રાયગઢ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાટકનાંગલેમાં મતદાન થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.