Home ગુજરાત લોકસભાની ચૂંટણીના ડેટા દર્શાવે છે કે અપક્ષ ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ ઘટી...

લોકસભાની ચૂંટણીના ડેટા દર્શાવે છે કે અપક્ષ ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે

50
0

(જી.એન.એસ),તા.૦૫

અમદાવાદ,

લોકસભાની ચૂંટણીના ડેટા દર્શાવે છે કે અપક્ષ ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, ૧૯૯૧ થી ૯૯ ટકાથી વધુ અપક્ષ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી છે.ભારતના ચૂંટણી પચં દ્રારા સંકલિત ડેટા દર્શાવે છે કે આઝાદી પછી, સ્વતત્રં ઉમેદવારોની સંખ્યા વધુ રહી હોવા છતાં, ચૂંટણી જીતનારાઓની સંખ્યા ૧૯૫૧માં છ ટકાથી વધુ અને ૧૯૫૭માં આઠ ટકાથી ઘટીને ૨૦૧૯ માંલગભગ ૦.૧૧ ટકા થઈ ગઈ છે. ૧૯૫૧-૫૨ની પ્રથમ ચૂંટણીમાં ૫૩૩ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને તેમાંથી ૩૭ જીત્યા હતા, લગભગ ૬.૯૦ ટકા. ચૂંટણીપંચના નિયમોમાં એવી જોગવાઈ છે કે જે ઉમેદવારો કુલ માન્ય મતોમાંથી ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત મેળવવામાં નિષ્ફળ જાય છે તેમની ડિપોઝીટ ટ્રેઝરીમાં રીડાયરેકટ કરવામાં આવશે. ૧૯૫૧માં સામાન્ય ઉમેદવારો માટે સિકયોરિટી ડિપોઝીટની રકમ . ૫૦૦ અને એસસીએસટી સમુદાયના ઉમેદવારો માટે . ૨૫૦ હતી. ત્યારથી આ રકમ સામાન્ય અને એસસીએસટી ઉમેદવારો માટે . ૨૫,૦૦૦ અને . ૧૨,૫૦૦ સુધી વધી છે.

૧૯૫૭માં, ૧,૫૧૯ અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડા હતા, જેમાં ૪૨ એ જીત્યા હતા — લગભગ ૮.૭ ટકા. જો કે, આ બે ચૂંટણીઓમાં પણ ૬૭ ટકા અપક્ષ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ જ કરી હતી. જેમ જેમ ભારતની લોકશાહી વર્ષેાથી અસ્તિત્વમાં આવતા અનેક પ્રાદેશિક પક્ષો સાથે વિકસતી ગઈ તેમ તેમ જીતનારા અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘટી રહી છે. ૧૯૬૨માં, ૨૦ અપક્ષ ઉમેદવારો જીત્યા હતા, જે કુલના ૪.૨ ટકા હતા, યારે ૭૮ ટકાથી વધુ લોકોએ તેમની ડિપોઝીટ ગુમાવી હતી. તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી તરત જ યોજાયેલી ૧૯૮૪ની ચૂંટણીમાં ૧૩ અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી, જે લગભગ ૦.૩૦ ટકાનો સફળતા દર હતો, યારે ૯૬ ટકાથી વધુ લોકોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂનાગઢમાં LUT સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા 12 હજારની લાંચ લેતા ક્લાસ -1 અધિકારી ઝડપાયાં
Next articleઆઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી પણ લગભગ 40 ટકા વિદ્યાર્થીઓને જોબ નથી મળતી