Home ગુજરાત જૂનાગઢમાં LUT સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા 12 હજારની લાંચ લેતા ક્લાસ -1...

જૂનાગઢમાં LUT સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા 12 હજારની લાંચ લેતા ક્લાસ -1 અધિકારી ઝડપાયાં

40
0

(જી.એન.એસ),તા.૦૫

જૂનાગઢ,

લાંચિયા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વચ્ચે એસીબીએ ફરી એક વખત જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, આ વખતે ક્લાસ-1 અધિકારીને રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ અંગેની માહિતી અનુસાર, જૂનાગઢના GST વિભાગમાં કામ કરતાં ક્લાસ-1 અધિકારી એવા વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયા જેઓ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જે પછી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. એસીબીની કાર્યવાહીથી અન્ય લાંચિયાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

જૂનાગઢ આસિસ્ટન્ટ કમિશનરની ઓફીસ, GST કચેરી, ઘટક-84, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ફરિયાદી પાસે LUT સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા 12 હજારની લાંચ માંગવામાં આવી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં ખુદ આસિસ્ટન્ટ કમિશનર આવી ગયા હતા. જેવી લાંચની રકમ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. હાલમાં આરોપીને ડિટેઇન કરીને તેમને પાસેથી લાંચની 12 હજારની રકમ રિકવર કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્‍ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુષ્કાળનો ખતરો મંડાઇ રહયો છે
Next articleલોકસભાની ચૂંટણીના ડેટા દર્શાવે છે કે અપક્ષ ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે