Home દુનિયા - WORLD લોકપ્રિય સંગીત પ્લેટફોર્મ ‘સ્પોટીફાઈ’ની સેવાઓ રશિયામાં સ્થગિત કરી

લોકપ્રિય સંગીત પ્લેટફોર્મ ‘સ્પોટીફાઈ’ની સેવાઓ રશિયામાં સ્થગિત કરી

75
0

(જી.એન.એસ),તા.૨૮

રશિયા

વિશ્વની લોકપ્રિય મ્યુઝીક સ્ટ્રીમિંગ & ડાઉનલોડ એપ્લિકેશન અને ઓનલાઈન/ ઓફલાઈન પ્લેટફોર્મ સેવા માટે ‘Spotify’ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. સ્પોટીફાઈ તેના ઉપયોગની સરળતા અને સસ્તા પ્લાન અને ઓફલાઈન મ્યુઝીક – આ મહત્વપૂર્ણ સેવાઓ એકસાથે અને અનેક ડિવાઇસ પર સરળ એક્સેસ ઉપલબ્ધ હોવાથી યંગસ્ટર્સમાં સ્પોટીફાઈ ખુબ જ લોકપ્રિય છે. અમે તમને જણાવી દઈએ કે, આજે ચાલી રહેલા રશિયા- યુક્રેન યુદ્ધને પગલે સ્પોટીફાઈ તેની સેવાઓ રશિયામાં પ્રતિબંધિત કરવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાણીતા ઑડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે આ મહિનાની શરૂઆતમાં રશિયામાં તેની ઑફિસ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી હતી. Spotify Technology SAએ જણાવ્યું હતું કે, તેઓ દેશના નવા મીડિયા કાયદાના જવાબમાં રશિયામાં તેની સ્ટ્રીમિંગ સેવાને સ્થગિત કરશે. સ્પોટીફાઈએ માર્ચ મહિનાની શરૂઆતમાં રશિયા સ્થિત તેમની ઑફિસને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી હતી, જે અંગે તેઓએ કારણ મોસ્કોના “યુક્રેન પર ઉશ્કેરણીજનક હુમલો” જણાવ્યું હતું. અમે તમને જણાવી દઈએ કે, રશિયાનો નવો કાયદો રશિયન સૈન્યને બદનામ કરી શકે તેવી કોઈપણ ઘટનાની જાણ કરવી – તેને ગેરકાયદેસર ઘોષિત કરે છે. “Spotify દ્વારા એ માનવાનું ચાલુ રાખ્યું છે કે આ પ્રદેશમાંથી વિશ્વસનીય, સ્વતંત્ર સમાચાર અને માહિતી પ્રદાન કરવા માટે રશિયામાં અમારી સેવાને કાર્યરત રાખવાનો પ્રયાસ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે,” Spotifyએ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું. “દુર્ભાગ્યવશ, તાજેતરમાં ઘડવામાં આવેલો નવો કાયદો અમારી માહિતીની ઍક્સેસને વધુ પ્રતિબંધિત કરે છે અને મુક્ત અભિવ્યક્તિને દૂર કરે છે, જેથી ચોક્કસ પ્રકારના સમાચારોને તે ગુનાહિત બનાવે છે અને તે Spotifyના કર્મચારીઓની સલામતી અને અમારા શ્રોતાઓની, અમારા યુઝર્સની સલામતી અને માહિતીની ગોપનીયતાની જાળવણીને પણ જોખમમાં મૂકે છે.” સ્પોટીફાઈએ આગળ આવું જણાવ્યું હતું. Spotify એ ઓડિયો સ્ટ્રીમિંગ અને મીડિયા સર્વિસ પ્રોવાઈડર છે જેની સ્થાપના 23/04/2006ના રોજ ડેનિયલ અને માર્ટિન લોરેન્ઝોન દ્વારા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2021 સુધીમાં 180 મિલિયન પેઇંગ સબસ્ક્રાઇબર્સ સહિત 406 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ સાથે સ્પોટીફાઇ એ સૌથી મોટા મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા પ્રદાતાઓમાંનું એક છે. રશિયામાં સ્પૉટીફાઇની સેવા એપ્રિલ મહિનાની શરૂઆતમાં સમાપ્ત થવાની શક્યતા છે. અમે તમને જણાવી દઈએ કે, અન્ય લોકપ્રિય ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવા, નેટફ્લિક્સે, આ મહિનાની શરૂઆતમાં રશિયામાં તેમની સેવાને સ્થગિત કરી દીધી હતી. જેનું કારણ તેઓએ રશિયન સરકારનો તેમની સેવામાં બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ વર્ણવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleINDIA-UAE ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અમુક સુધીની વસ્તુઓમાં ડ્યૂટી ફ્રી નિકાસ થઇ શકાશે
Next articleપત્નિ પર મારવામાં આવેલો જોક પસંદ ન આવતા વિલ સ્મિથે હોસ્ટને તમાચો માર્યો