Home મનોરંજન - Entertainment લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિરની માતાનો રોલ કરનાર મોનાસિંહ વિશે જાણો…

લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિરની માતાનો રોલ કરનાર મોનાસિંહ વિશે જાણો…

45
0

(જી.એન.એસ),તા.૧૨
મુંબઈ
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ સતત હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર ખાન લીડ રોડમાં જાેવા મળી છે. આ સાથે ફિલ્મમાં મોના સિંહ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળી રહી છે. મોના સિંહ લાલ સિંહ ચઢ્ઢાની માતાનો રોલ કરી રહી છે. મોના સિંહનો જન્મ ૧૯૮૧માં ચંદીગઢના પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા આર્મી ઓફિસર હતા. મોના સિંહે તેના બોયફ્રેન્ડ શ્યામ સાથે થોડા વર્ષ પહેલા જ લગ્ન કર્યાં હતા. શ્યામ ઇન્વેસ્ટર બેન્કર છે. મોના તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અહી ઉલ્લેખનિય છે કે, સોશિયલ મીડિયા પર લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી છે. ટિ્વટર પર ફિલ્મને બાયકોટ કરવાની માંગ ટ્રેન્ડ થઈ છે. આમ તો આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી રહે છે . આ ફિલ્મમાં આમિર ખાનની માતાનો રોલ કરનારી મોના સિંહ આમિરથી ઘણી નાની છે. જેના કારણે ફિલ્મને ટ્રોલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા કિસ્સામાં મોના સિંહ સમાચારોમાં રહી છે. થોડા સમય પહેલા મોના સિંહે પોતાની પ્રેગ્નેંસી વિશે દાવો કર્યો હતો કે, તેણે પોતાના ઈંડાને ફ્રીઝ કરાવી દીધા છે. તેણે આવું ૩૪ વર્ષની ઉંમરે કર્યું હતું. ઈંડાને ફ્રિઝ કર્યાના ૪ વર્ષ બાદ તેણે બોયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા હતા. વર્ષ ૨૦૧૩માં મોનાના જીવનમાં આઘાતજનક વળાંક આવ્યો હતો. જેને કારણે તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. રિપોર્ટ મુજબ તેનો અશ્લીલ એમએમએસ લીક થયો હતો. જેમાં એક મહિલા વાંધાજનક સ્થિતિમાં જાેવા મળી હતી. તે ક્લિપમાં દેખાતી મહિલા મોના સિંહ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાે કે મોનાએ આ વાતને ખોટી ગણાવીને પોલીસ કેસ કર્યો હતો. મોના સિંહને સ્ક્રીન પર જાેવી કોઈ ટ્રીટથી ઓછું નથી. આ ફિલ્મમાં મોના સિંહ આમિર ખાનની માતાના રોલમાં જાેવા મળી છે. ફિલ્મમાં મોના સિંહની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. ત્યારે આ ફિલ્મ માટે મોના સિંહે ૨ કરોડ રૂપિયા લીધા હોવાનું ચર્ચાય છે. મોનાની કારકિર્દી લાંબી રહી છે. તેણે ટીવી કરિયરની શરૂઆત ટીવી સીરિયલ જસ્સી જૈસી કોઈ નહીંથી કરી હતી. તેનો શો ખૂબ જ હિટ રહ્યો હતો. આ શો ૨૦૦૩થી ૨૦૦૬ સુધી ચાલ્યો હતો. આમાં મોના સિંહે જસમીત વાલિયાનો રોલ કર્યો હતો. તેણે રાધા કી બેટીયાં કુછ કર દિખેંગી, ક્યા હુઆ તેરા વાદા, પ્યાર કો હો જાને દો, કવચઃ કાલી શક્તિ સે, વેબ સિરીઝ કેહને કો હમસફર હૈં, યે મેરી પરિવાર મેં કામના સહિતના શોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત મોનાએ ૩ ઈડિયટ્સમાં કરીનાની બહેનનો રોલ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિંગર અર્જૂન કાનૂનગોએ હિંદુ રીત-રિવાજથી લગ્ન કર્યા
Next articleભૂલ ભુલૈયા ૩માં દિપીકા પાદુકોણ જાેવા મળશે