(S.yuLk.yuMk){wtçkE,íkk.27
રાજસ્થાનમાં એેક મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભોળવી રહ્યો હોવાના કહેવાતા આક્ષેપ બદલ મુસ્લિમ યુવાનની થયેલી હત્યાના સંદર્ભમાં ટોચના ફિલ્મ સર્જક અનુરાક કશ્યપે એવી ટ્વીટ કરી હતી કે હિન્દુઓ લવ જિહાદના બહાને ગંદકી છૂપાવી રહ્યા હતા. પાછળથી એવી વાત પ્રગટ થઇ હતી કે મરનાર અને મારનાર બંને પશ્ચિમ બંગાળના હતા. બંને દોસ્તો હતા.મુસ્લિમ યુવાનને મારનારા એના દોસ્તને એક યુવતી સાથે આડા સંબંધ હતા. એ છૂપાવવા પેલા મુસ્લિમ યુવાનને બલિનો બકરો બનાવીને લવજિહાદની વાત ઊભી કરવામાં આવી હતી. અનુરાગે લખ્યું હતું,’બસ, આમ જ થાય છે, ગૌરક્ષા કે લવજિહાદના નામે હિન્દુઓ પોતાની ગંદકી છૂપાવે છે..’ અનુરાગ પોતે પણ જન્મે, ધર્મે અને કર્મે હિન્દુ છે. આમ છતાં એણે કરેલી આ ટ્વીટના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. અનુરાગની ટ્વીટને આવકારનારા મોટે ભાગે મુસ્લિમ યુવાનો હતા. બીજી બાજુ હિન્દુ સમાજમાં આ ટ્વીટના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને સંખ્યાબંધ હિન્દુ નામધારી લોકોએ અનુરાગની આકરી ટીકા કરી હતી. એક વ્યક્તિએ લખ્યું હતું કે ઘટનાની પાછળની પૂરેપૂરી વાત જાણ્યા વિના તમે સમગ્ર હિન્દુ સમાજને એક ત્રાજવે તોળી શકો નહીં. આ તમે ખોટી ટ્વીટ કરી છે…તો બીજાએ લખ્યું કે હવે કાયદો અને વ્યવસ્થા કડક હાથે જાળવે એવી સરકાર કેન્દ્રમાં છે. માટે તમે ચિંતા કરશો નહીં… સમગ્ર હિન્દુ સમાજને વખોડી નાખવાની જરૃર નથી…હત્યારો કોઇ હિન્દુ સંસ્થા સાથે જોડાયેલો નહોતો. એણે પોતાનો ગુનો છૂપાવવા આ આખી વાત ઊભી કરી. એમાં હિન્દુ સમાજ ક્યાં વચ્ચે આવ્યો ?…
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.