Home ગુજરાત લગ્નની ના પાડતા યુવતીના પરિવારને યુવકે અંગતપળોના ફોટો મોકલી દીધા

લગ્નની ના પાડતા યુવતીના પરિવારને યુવકે અંગતપળોના ફોટો મોકલી દીધા

29
0

નાનપુરાની યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી યુવકે કતારગામની ઓયો હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. યુવક તેમની અંગતપળોના ફોટા મોબાઈલમાં પાડી લીધા બાદ યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જ્યારે યુવતીના પરિવારે લગ્ન કરવાની ના પાડતા અંગતપળોના ફોટો પરિવારને મોકલ્યા હતા અને એસીડ ફેકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી યુવકની હરકતથી ગભરાઇ જઇને પીડિત કોલેજીયન યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી. પરંતુ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરાયો છે.પોલીસથી મળેલી માહિતી મુજબ શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીને રામપુરા ગાર્ડન ફેક્ટરીની બાજુમાં રહેતા આકાશ સની વાધેલા સાથે સોશિયલ મિડીયા પર પરિચય થયો હતો.

સપ્ટેમ્બર 2021માં આકાશે યુવતીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે યુવતીએ એક્સેપ્ટ કર્યા બાદ બંને જણા વચ્ચે પરિચય કેળવાયો હતો અને એકબીજાનો મોબાઈલ નંબર આપ્યા બાદ વાતચીત શરૂ થઈ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આકાશએ યુવતીને કતારગામમાં આવેલી ઓયો હોટલમાં મળવા માટે બોલાવી ત્યાં તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને આ અંગતપળોનો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો.

ત્યારબાદ આકાશે યુવતીને લગ્ન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. પરંતુ યુવતીના પરિવારે તેની સાથે લગ્ન કરાવવાની ના પાડતા આકાશ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે યુવતીને એસીડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપી આકાશ વાઘેલાએ યુવતી સાથેના અંગતપળોનો વિડીયો યુવતીના માતા પિતા સહિતના પરિવારના સભ્યોને મોકલી આપ્યો હતો.

આખરે યુવતીએ આકાશ સામે કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મ અને ધમકી આપવા તેમજ અંગતપળોનો વિડીયો ફરતો કરવા બાબતે ફરીયાદ નોંધાવી હતી. યુવતીની ફરીયાદના આધારે પોલીસે આકાશ વાઘેલા સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસે તેનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમના કાર્યક્રમ માટે ટાર્ગેટ છે 1000 બસનો, વોર્ડ દીઠ 30થી વધુ જશે બસ
Next articleતહેવારોની સિઝન પહેલાં આઈટીએ 600 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું