Home રમત-ગમત Sports લખનૌ સુપર જાયન્ટ સામે મુંબઈ ઈન્ડિયન્સના આકાશ મધવાલનો કમાલ કર્યો

લખનૌ સુપર જાયન્ટ સામે મુંબઈ ઈન્ડિયન્સના આકાશ મધવાલનો કમાલ કર્યો

37
0

(GNS),25

5 વખત ચેમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સ આ વખતની સિઝનમાં પોઈન્ટ ટેબલ પર શરુઆતમાં છેક તળિયે સરકી ગયા બાદ ગજબનું કમબેક કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે ફાઈનલથી માત્ર એક મેચ દૂર છે.

મહત્વનું છે કે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થનારી મેચમાંથી જેનો વિજય થશે તે ટીમ અમદાવાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલ રમશે. જોકે આ પહેલા લખનૌ સુપર જાયન્ટ સામે ટીમે જ પરફોર્મન્સ બતાવ્યું છે તે ગજબનું છે.

મુંબઈએ સુપર જાયન્ટ્સને 81 રનથી હારાવીને ક્વૉલિફાયર 2માં જગ્યા પાક્કી કરી લીધી છે. જ્યાં રોહિત એન્ડ કંપનીનો સામનો ગુજરાત સામે થશે. હવે ગુજરાત જીતનો છગ્ગો લગાવવાથી બસ બે જીત દૂર છે.

મુંબઈ ઈન્ડિયન્સની જીતનો હીરો આકાશ મધવાલ રહ્યો છે, આકાશે કમાલની બોલિંગ કરીને 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લીધી છે. આ આઈપીએલ ઈતિહાસમાં અનકેપ્ડ ખેલાડીની બેસ્ટ બોલિંગ ફિગર છે.

એક સમયે મેચમાં 183 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 78 રન હતો. આ પછી વિકેટોનું એવું પતન થયું કે ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં 5 વિકેટ લેનારો આકાશ મધવાલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

મેચ પછી મુંબઈ ઈન્ડિયન્સની જીતનો હીરો રહેલા આકાશે જણાવ્યું કે, “હું સતત પ્રક્ટિસ કરતો રહું છું અને બસ તક મળે તેની રાહ જોઈને બેઠો હતો. મેં એન્જિનિયરિંગ કર્યું અને તે પછી ટેનિસ ક્રિકેટ રમી રહ્યો છું, કારણ કે તે મારું પેશન છે.”

યોર્કરના સવાલના જવાબમાં આકાશે કહ્યું કે, એન્જિનિયરને આદત હોય છે કે તે જલદી શીખી લે છે. હું પણ તેની ઘણી પ્રેક્ટિસ કરું છું અને તક મળી ત્યારે તેને મેદાન પર કરી બતાવ્યું.

આકાશે આગળ જણાવ્યું કે મને પોતાના પર ગર્વ છે, પરંતુ હું વધારે સારું કરવાનો પ્રયાસ કરીશ. જસપ્રીત બુમરાહ સાથે સરખામણી કરવામાં આવી તો તેણે કહ્યું કે સૌ કોઈ પોત-પોતાની જગ્યા પર છે, અને મને ટીમે જે જવાબદારી સોંપી છે હું તેની પૂરી કરી રહ્યો છું. મારા માટે નિકોલસ પૂરનની વિકેટ બેસ્ટ હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, આકાશ માધવાલે જે પ્રકારનું પરફોર્મન્સ બતાવ્યું તેના દિગ્ગજ બોલર જસપ્રિત બુમરાહે પણ વખાણ કર્યા છે. બુમરાએ લખ્યું છે કે, વાહ શું સ્પેલ આકાશ માધવાલ તરફથી જોવા મળ્યો, મુંબઈ ઈન્ડિયન્સને શુભેચ્ચાઓ, મોટી જીત.

હવે ગુજરાત અને મુંબઈમાંથી જે ટીમ વિજેતા થશે તેની ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશાહરૂખ ખાને 60 વર્ષની લાસ્ટ સ્ટેજ કેન્સર પેશન્ટની આખરી ઈચ્છા પૂરી કરી, આપ્યું વચન
Next articleચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચમાં જગ્યા બનાવી