Home દુનિયા - WORLD લંડનમાં કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા

લંડનમાં કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા

27
0

વકીલે અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી, દંપતી છૂટાછેડા માટે તૈયાર નહોતું

(જી.એન.એસ),તા.૧૬

લંડન,

દેશ અને દુનિયામાં વિવાહિત યુગલો માટે છૂટાછેડાની પ્રક્રિયા અલગ છે. ઘણા એવા દેશ છે જ્યાં છૂટાછેડા સરળતાથી મળી જાય છે, જ્યારે ભારત સહિત ઘણા એવા દેશો છે જ્યાં છૂટાછેડા લેવા માટે વર્ષો લાગી જાય છે, પરંતુ હાલમાં જ લંડનથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કોઈને પણ આશ્ચર્ય થશે. અહીંની કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા. વિચિત્ર લાગે છે કે કોઈ વ્યક્તિ ભૂલથી કેવી રીતે છૂટાછેડા લઈ શકે? અહીં અમે તમને આખો મામલો જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં આ બધું આયેશા Vardags ની લંડન સ્થિત લો ફર્મ વરદાગ્સના સોલિસિટરની ભૂલને કારણે થયું હતું. પરિણામ એ આવ્યું કે ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાની ના પાડી. મિસ્ટર એન્ડ મિસિસ વિલિયમ્સ નામના આ કપલના લગ્નને 2023 માં 21 વર્ષ થયા હતા, પરંતુ કોર્ટે હવે તેમને છૂટાછેડા આપી દીધા છે. જો કે દંપતીને છૂટાછેડા લેવા જ હતા, તેમના અલગ થવા માટે નાણાકીય કરાર ગોઠવવાની પ્રક્રિયામાં હતા.

દરમિયાન અન્ય યુગલના છૂટાછેડાના અંતિમ આદેશ દરમિયાન, Vardags ના કારકુને કમ્પ્યુટર પરના ડ્રોપ ડાઉન મેનૂમાંથી શ્રી અને શ્રીમતી વિલિયમ્સના નામ સિલેક્ટ થઇ જતા આ ભુલ થઇ ગઇ. આવી સ્થિતિમાં બંનેના 21 મિનિટમાં છૂટાછેડા થઇ ગયા. જ્યારે ન્યાયાધીશને આ ભૂલ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે નિર્ણય બદલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કોર્ટના નિર્ણયમાં જનતાનો વિશ્વાસ વધુ મહત્વપૂર્ણ છે.  બીજી તરફ, વરદાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે પેઢીના વકીલે દંપતી માટે અંતિમ છૂટાછેડા માટે અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી હતી અને દંપતી છૂટાછેડા માટે તૈયાર નહોતું. આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો હતો. વરદાગે કહ્યું, ‘રાજ્યએ કોમ્પ્યુટર સંબંધિત ભૂલોના આધારે લોકોને છૂટાછેડા ન આપવા જોઈએ. જ્યારે કોઈ ભૂલ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવે ત્યારે કોર્ટે સમજવું જોઈતું હતું. આનો અર્થ એ થયો કે, અત્યારે આપણો કાયદો કહે છે કે ઓનલાઈન સિસ્ટમમાં થયેલી ભૂલને કારણે તમારા છૂટાછેડા થઇ શકે, આ યોગ્ય નથી અને આ ન્યાય નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વેચવાલીનું દબાણ
Next articleપદ્મશ્રીથી સન્માનિત મશહુર સંગીતકાર અને ગાયક જી જયનનું નિધન થયું, કન્નડ ફિલ્મોના અભિનેતા બંગલ શામા રાવ દ્રારકાનાથનું 81 વર્ષની વયે નિધન