(GNS),12
લંડનના લ્યુટન એરપોર્ટ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. બુધવારે એરપોર્ટ પર આગ લાગતા અમુક સમય સુધી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી હતી. ફ્લાઈટ્સ રદ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાર્કિંગ માટેના એરપોર્ટની નવી બાંધવામાં આવેલી બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, આગના કારણે અનેક વાહનો બળીને ખાખ થયા હતા અને ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. કારના મલ્ટી લેવલ પાર્કિંગમાં આગ લાગી હતી, આગ અચાનક પ્રસરી જવાને કારણે સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો..
આગ ફાટી નીકળ્યા બાદ ટર્મિનલ 2 માટે નવું બનેલ પાર્કિંગ માળખું આંશિક રીતે તૂટી પડ્યું હતું. એરપોર્ટે મુસાફરોને આ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું હતું. આગના કારણે 5 જેટલા લોકોને ગૂંગળામણ થતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરો અને સ્ટાફની સુરક્ષા માટે ફ્લાઈટ્સ બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લ્યુટન એરપોર્ટ મધ્ય લંડનથી લગભગ 56 કિલોમીટર ઉત્તરે આવેલું છે. લ્યુટન એ લંડનમાં હવાઈ સેવા આપતું ચોથું સૌથી મોટું એરપોર્ટ છે અને સૌથી વધુ ડિસ્કાઉન્ટવાળી ફ્લાઇટ ટિકિટો ઓફર કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.