Home મનોરંજન - Entertainment રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ધ ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં ઈશા તલવારનો સમાવેશ

રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ધ ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં ઈશા તલવારનો સમાવેશ

14
0

(GNS),19

ઓટીટી પ્લેટફોર્મ પર બહુ ઝડપથી લોકપ્રિય થઈ રહેલાં એક્ટર્સમાં ઈશા તલવારનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં ડિમ્પલ કાપડિયા સાથે સાસ બહુ ઔર ફ્લેમિંગોમાં નજરે પડેલી ઈશા તલવારને બે બહુચર્ચિત વેબ સિરીઝમાં રોલ મળ્યા છે. પંકજ ત્રિપાઠી સાથેની મિરઝાપુર 3 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે ત્યારે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સની કાસ્ટમાં શિલ્પા શેટ્ટીની સાથે ઈશા તલવારનો પણ સમાવેશ થયો છે. રોહિત શેટ્ટીની પહેલી વેબ સિરીઝ ધ ઈન્ડિયન પોલીસ ફોર્સનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેમાં રોહિત શેટ્ટી ફિલ્મોની જેમ વેબ સિરીઝમાં પણ પોલીસ યુનિવર્સ ઊભું કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલહોત્રા તેમાં લીડ રોલ ધરાવે છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર આ સિરીઝમાં સમાવેશ અંગે ઈશાએ જણાવ્યું હતું કે, ધ ઈન્ડિયન પોલીસ ફોર્સ અંગે ઘણો હાઈપ ઊભો થયેલો છે.

રોહિત શેટ્ટીની આ સિરીઝમાં રોલ મળે તેવી દરેક એક્ટરની ઈચ્છા છે અને તેનો હિસ્સો બનવાની તક મળશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. રોહિત શેટ્ટી ઓટીટીમાં પહેલી વાર ડાયરેક્શન કરી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટમાં તક મળતાં ખૂબ ખુશ છું. ઈશાએ રોહિત શેટ્ટીના વખાણ કરતાં કહ્યું હતું કે, સેટ પર રોહિત શેટ્ટી જ હીરો હોય છે. તેઓ ખૂબ ઓછું બોલે છે, પરંતુ ફિલ્મની જેમ વેબ સિરીઝના સેટ પર પણ દરેક સભ્ય શિસ્તમાં રહે છે. 250 સભ્યોની હાજરીના કારણે સેટ પર લગ્ન જેવો માહોલ હોય છે અને અલગ-અલગ વિભાગમાં બધા કામ કરતા હોય છે. પોતાના રોલ અંગે વધુ વાત કરવાના બદલે ઈશાએ તેને સરપ્રાઈઝ ગણાવી હતી. લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેવી વેબ સિરીઝ મિરઝાપુર 3 જૂન મહિનામાં રિલીઝ થવાની છે. ઈશાએ તેમાં મુન્ના ભૈયાની વિધવા માધુરી યાદવનો રોલ કર્યો છે. થોડા સમય પહેલા ડિમ્પલ કાપડિયા સાથે સાસ બહુ ઔર ફ્લેમિંગોમાં ઈશા જોવા મળી હતી. આમ, ઓટીટીના સૌથી વધુ વ્યસ્ત એક્ટર્સમાં ઈશાનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈ એરપોર્ટ પર બેબી બમ્પ સાથે દેખાઈ હતી સ્વરા ભાસ્કર
Next articleના હોય!.. ત્રણ દાયકાથી ઐશ્વર્યા રાય અને મનીષા કોઈરાલા વચ્ચે અબોલાનું આ હતું કારણ