Home રમત-ગમત Sports રોહિત શર્માએ કેપ્ટન તરીકે બધી સિરીઝમાં ક્લીન સ્વીપથી જ જીત મેળવી

રોહિત શર્માએ કેપ્ટન તરીકે બધી સિરીઝમાં ક્લીન સ્વીપથી જ જીત મેળવી

52
0

(જી.એન.એસ),તા.૧૩
મુંબઈ
ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાને હરાવનારા રોહિત શર્મા હવે સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયો છે. તેની કેપ્ટનશીપમાં જ ભારતીય ટીમને ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમી રહ્યું છે. જાેકે કેપ્ટન રોહિત શર્માની વિદેશમાં પહેલી સિરીઝ છે. ગયા વર્ષે વિરાટ કોહલીએ ટી-૨૦ વર્લ્ડકપ પછી કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના પછી બીસીસીઆઈએ વન-ડેની કેપ્ટનશીપ પણ કોહલી પાસેથી છીનવીને તમામ ફોર્મેટની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપી દીધી હતી. રોહિત શર્માએ ફૂલટાઈમ કેપ્ટન તરીકે ૫ સિરીઝ રમી છે. જેમાંથી બધામાં ક્લીન સ્વીપથી જ જીત મેળવી છે, રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી-૨૦ મેચમી સિરીઝમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને ક્લીન સ્વીપથી પરાજય આપ્યો હતો. જ્યારે વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ અને ટેસ્ટમાં શ્રીલંકાનું ક્લીન સ્વીપ કર્યુ. હવે જાેવાનું એ રહેશે કે ઈંગ્લેન્ડ સિરીઝમાં રોહિત પોતાના ક્લીન સ્વીપના રેકોર્ડને જાળવી રાખે છે કે પછી ઈંગ્લેન્ડની ટીમ તેનો રેકોર્ડ તોડી નાંખે છે. ૧. ન્યૂઝીલેન્ડને ટી-૨૦ સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ (નવેમ્બર ૨૦૨૧) ૨. વેસ્ટ ઈન્ડિઝને વન-ડે સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ (ફેબ્રુઆરી ૨૦૨૨) ૩. વેસ્ટ ઈન્ડિઝને ટી-૨૦ સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ (ફેબ્રુઆરી ૨૦૨૨) ૪. શ્રીલંકાને ટી-૨૦ સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ (ફેબ્રુઆરી ૨૦૨૨) ૫. શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી ક્લીન સ્વીપ (માર્ચ ૨૦૨૨) રોહિત શર્માએ અત્યાર સુધી ઓવરઓવ ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ ૧૩ દ્વિપક્ષીય સિરીઝમાં કેપ્ટનશીપ કરી છે. તેમાંથી રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને માત્ર એકવખત ન્યૂઝીલેન્ડ સામે જ સિરીઝમાં હાર મળી છે. જ્યારે ૧૨ સિરીઝમાં ટીમ ઈન્ડિયા જ ચેમ્પિયન રહી છે. રોહિતનો આ રેકોર્ડ ઈંગ્લેન્ડ માટે ડરામણો સાબિત થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજ્હાન્વી કપૂરની ફિલ્મ ગૂડ લક જેરીનું પોસ્ટર સામે આવ્યું
Next articleબુમરાહની બોલિંગ અને રોહિતની શાનદાર બેટિંગથી ઓવલમાં ભારતની ભવ્ય જીત