Home મનોરંજન - Entertainment ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ રિલીઝના 5માં દિવસે કમાણીની ગતિ...

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ રિલીઝના 5માં દિવસે કમાણીની ગતિ ધીમી થઇ ગઇ

10
0

(GNS),03

નિર્માતા-નિર્દેશ કરણ જોહર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી રોમેન્ટિક ફિલ્મ બનાવીને ફરી એક વાર લોકો સામે સાબિત કરી દીધુ છે કે હું રોમેન્ટિક ફિલ્મ મેકર છું. ફિલ્મમાં જૂની અને નવી જનરેશનની વાત કરવામાં આવી છે. દર્શકો ભરપેટ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. જો કે આ મુવી દુનિયાભરમાં છવાઇ ગઇ છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ મુવીને કારણે કરણ જોહર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પૂરા વિશ્વાસમાં છવાઇ ગયા છે અને લોકો વાહવાહ કરવા લાગ્યા છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ઇન્ડિયન બોક્સ ઓફિસની સાથે-સાથે વિદેશોની બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી રહી છે. જો કે આ વિશેની જાણ કરણ જોહરે પોતાની લેટેસ્ટ સોશિયલ પોસ્ટમાં કરી છે. કરણ જોહરે એમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં પોતાના ચાહકોને થેક્સ કહ્યું છે. આ સાથે જાણકારી આપી છે કે મારી ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શને 100નો આંકડો પાર કરી દીધો છે. કરણે આ વિશેની જાણકારી પોસ્ટ કરતા લખ્યુ છે કે દુનિયા ભરના લોકોએ મને પ્રેમ આપ્યો એ બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ.

ઉલ્લેખનીય છે કે કરણ જોહરના ધર્મા પ્રોડક્શને પણ આ ખુશખબરીને ફેન્સની સાથે શેર કરતા પોસ્ટમાં લખ્યુ છે કે…દરેક જગ્યાએથી પ્રેમ, કારણકે આ પ્રેમ કહાની દુનિયાભરમાં ફેમસ થઇ રહી છે. ગ્લોબલ બોક્સ ઓફિસ પર 100 કરોડ, સાચુ પ્રેમ છે તો બધુ છે. મળતી માહિતી અનુસાર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના પાંચમાં દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મએ એના રિલીઝ પછી ઝડપથી ગતિ પકડી હતી, પરંતુ ચોથા અને પાંચમા દિવસે ફિલ્મની કમાણી ઘણી ઓછી થઇ છે. મિડીયા રિપોટ્સનું માનીએ તો પાંચમાં દિવસે એટલે મંગળવારના રોજ લગભગ 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે સોમવારના રોજ 7.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે ચોથા અને પાંચમા દિવસની ગતિ ધીમી થઇ ગઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીદેવીએ 4 વર્ષની ઉંમરે ડેબ્યૂ… પણ 13 વર્ષની ઉંમરે જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો
Next articleઆ એક્ટ્રેસ પોતાનો પ્રેમ મેળવવા માટે સિંગલ લાઇફ જીવે છે