Home ગુજરાત રોકડ કે કિંમતી વસ્તુઓની એફ.આઇ.આર કે ફરિયાદ વિના જપ્તી થાય તો તે...

રોકડ કે કિંમતી વસ્તુઓની એફ.આઇ.આર કે ફરિયાદ વિના જપ્તી થાય તો તે અંગેની ફરિયાદ કરવા માટે જિલ્લામાં’ ફરિયાદ નિવારણ સમિતિ’ની  રચના કરાઇ

73
0

’ફરિયાદ નિવારણ સમિતિ’ના કન્વીનર તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી: કોઇપણ વ્યક્તિ પોતાની ફરિયાદ મો. ૭૭૭૮૮૮૧૨૬૯ પર કરી શકશે

(જી.એન.એસ),તા.૦૩

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમ કાર્યવન્ત કરવામાં આવી છે. કોઇપણ રોકડ અને કિંમતી વસ્તુઓ જપ્ત થાય છે, તેના સુગમ ઉકેલ માટે જિલ્લામાં ’ ફરિયાદ નિવારણ સમિતિ’ની  રચના કરવામાં આવી છે.

                લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી માટે જિલ્લામાં એફ.એસ.ટી અને એસ.એસ.ટી અને પોલીસ ટીમ સક્રિય કરવામાં આવી છે. સમગ્ર લોકસભા ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના ચોક્કસ પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન કયારેક કોઇપણ વાહન ચાલક કે વ્યક્તિ પાસેથી રોકડ અને કિંમતી વસ્તુઓ મળી આવે છે. જેને ટીમ દ્વારા જપ્ત કરવામાં આવે છે.

                આ જપ્ત થયેલ રોકડ કે કિંમતી વસ્તુઓની એફ.આઇ.આર કે ફરિયાદ વિના જપ્ત કરવામાં આવી હોય તો તે  સમયે સાચી વ્યક્તિઓ કે જનતાની અસુવિધા ટાળવા માટે અને આ અંગેની કોઇપણ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં ’ ફરિયાદ નિવારણ સમિતિ’ (District grievance committee) ની રચના કરવામાં આવી છે. આ સમિતિના કન્વીનર તરીકે ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.મોદીની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રકારની કોઇપણ વ્યક્તિ પોતાની ફરિયાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સહ કન્વીનર શ્રી સુદિપ ડી. શાહને મોબાઇલ નંબર – ૭૭૭૮૮૮૧૨૬૯ પર કરી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડંકીનું ગીત ‘લુટ પુટ ગયા’ ગાતા જોવા મળ્યા રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ, વીડિયો વાઈરલ
Next articleગુજરાત વિદ્યાપીઠ ખાતે ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો