કાર્ડધારકોના હિતમાં સેનેટાઇઝર ખરીદવાનની સુચના, કેટલી દુકાનોમાં સેનેટાઇઝરની બોટલ જોવા મળી…?
સરકાર દુકાનદારોને સેનેટાઇઝરની ખરીદી પેટે 500 અને 1000 હજાર રૂપિયા આપશે, બિલ રજૂ કર્યા વગર જ…!
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧
કોરોના મહામારીને લીધે ગુજરાતમાં પણ લોકડાઉનની સ્થિતિએ અંદાજે સવા3 કરોડની જનસંખ્યાને ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વગેરે.નો જથ્થો આપવાની કામગીરી આજે પહેલી એપ્રિલથી હાથ ધરાતાં પહેલા જ દિવસે સમગ્ર વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી અને દુકાનદારો તથા કાર્ડધારકોની વચ્ચે ઘર્ષણના બનાવોની વચ્ચે કેટલીક જગ્યાએ સરકારની મનાઇ છતાં બાયો મેટ્રીક-હાથના અંગૂઠાનું નિશાન લેવાના કિસ્સા બહાર આવ્યાં હતા. જો કે આ અંગે સંબંધિત મામલતદારનો સંપ્રક કરાતં તેમણે સરકારની સુચના હોવાનું કહીને ઉડાઉ જવાબ આપ્યો હતો. બાયોમેટ્રીકથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જ સરકારે અંગૂઠાનું નિશાન નહીં લેવાની સુચના આપી છે. પરંતુ ક્યાંક ક્યાંક તેનું પાલન થયું નહોતુ.
સૂત્રોએ આ અંગે પુરવઠા વિભાગના 7 પેજના પરિપત્રને ટાંકીને કહ્યું કે આ 10 બાબતોના પરિપત્રમાં ક્યાંક પણ બાયોમેટ્રીક નિશાનનો ઉલ્લેખ નથી. તેમ છતાં કેટલાક દુકાનદારો દ્વારા કોરોના મહામારી છતાં કાર્ડધારકોના અંગૂઠાનું નિશાન લઇને કોઇને કોરાના થયું હોય પણ લક્ષણો જણાતા ન હોય તેવા કોઇ કાર્ડધારકના અગૂઠાના નિશાન પછી બીજા કાર્ડધારકે એના ઉપર જ પોતાનો અંગૂઠો મૂક્યો હોય ત તેને પણ ચેપ લાગી શકે. આટલી ગંભીર બાબત છતાં અને બાયો મેટ્રીક અંગે સરકારની કોઇ સુચના ન હોવા છતાં કેટલાક દુકાનદારોએ કોરોના ફેલાવવાનું કામ નહીં કર્યું હોય તેની શી ખાતરી, એવા સવાલો પણ થયા હતા.
સૂત્રોએ કહ્યું કે 7 પેજના પરિપત્રમાં દુકાનદારોને જો 500 કાર્ડધારકો હોય તો 500 રૂપિયા અને તેના કરતાં વધારે હોય તો એક હજાર રૂપિયા સેનેટાઇઝર ખરીદીને કાર્ડધારકોના હેન્ડ વોશ માટે ઉપયોગમાં લેવા કહ્યું છે. આ 500 અને એક હજાર રૂપિયા જે તે દુકાનદારોના ચલણમાં સરભર કરાશે. જો કે ગુજરાતમાં અંદાજે 17 હજાર દુકાનદારો પૈકી કેટલાએ સેનેટાઇઝરની ખરીદી કરી કે કાર્ડધારકને હાથ ધોવા માટે આપ્યા તે એક તપાસનો વિષય છે. ગેરરીતિને પ્રોત્સાહન મળે તેમ આ પરિપત્રમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ કરાયો નથી કે પ્રત્યેક દુકાનકારે સેનેટાઇઝરની ખરીદીના બિલ ચલણની સાથે બિડવા પડશે…! આવી સુચનાના અભાવે તેમાં 500 અને એક હજાર રૂપિયા પેટે કેટલા નાણાં ચવાઇ જશે તેની તપાસ પણ થવી જોઇએ. સરકારે ખરીદીના બિલ રજૂ કરવાની બાબતનો કેમ ઉલ્લેખ ના કર્યો તે પણ નવાઇ પમાડે તેમ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.