Home મનોરંજન - Entertainment રેપર સિંગર બાદશાહના નવા આલ્બમને યુટ્યુબ પર ૪૮ કલાકમાં મળી સવા કરોડ...

રેપર સિંગર બાદશાહના નવા આલ્બમને યુટ્યુબ પર ૪૮ કલાકમાં મળી સવા કરોડ હીટ

529
0

રેપર સિંગર બાદશાહના મર્સી ગીતને યુ ટયુબ પર મૂક્યાના ફક્ત ૪૮ કલાકમાં સવા કરોડ જેટલી હિટ મળી હોવાની જાણકારી મળી હતી.
આ ગીતનું સંગીત ખુદ બાદશાહનું છે અને એણે પોતે ગાયું છે. ગીતની વિડિયો ક્લીપમાં લોરેન ડાન્સ કરતી દેખાય છે. અડતાલીસ કલાકમાં યુ ટયુબ પર સવા કરોડ લોકોએ આ ગીત માણ્યું હતું.
ઓડૉટએનડૉટઇડૉટ આલ્બમનું આ પહેલું ગીત છે. બાદશાહે કહ્યંુ કે મારું આ પહેલાંનું આલ્બમ હિટ હતું એટલે સ્વાભાવિક રીતે જ લોકોની અપેક્ષા મારા સંગીત વિશે વધી ગઇ હતી. મને એ વાતનો અહેસાસ હતો એટલે એટલે આ ગીત માટે મંે ખૂબ મહેનત કરી હતી અને સંગીત રસિકો લાંબો સમય યાદ રાખે અને ગણગણે એ રીતે આ ગીત તૈયાર કર્યું હતું. યુ ટયુબ પર મને જે રીતે આવકાર મલ્યો તેનાથી મારો ઉત્સાહ વધ્યો છે અને હું ઉત્તેજિત થયો છું.
એાએનઇ બાદશાહનું પહેલું પોપ આલ્બમ છે. એમાં આઠેક ગીતો હશે અને આ આલ્બમ સોની તરફથી રિલિઝ કરાશે એવી માહિતી પણ મળી હતી. આ આલ્બમ આ વર્ષની આખર સુધીમાં રિલિઝ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકપિલ શર્માને ભારે પડ્યો સુનીલ ગ્રોવર, નવાં શો સાથે પરત ફરશે મશહૂર ગૂલાટી
Next articleકમલ હાસનનાં ઘરમાં લાગી આગ, શોર્ટ સર્કિટ થયાની આશંકા