(જી.એન.એસ,કાર્તિક જાની)તા.૦૯
રૂપાણીજી હજુ ધ્યાન રાખો નહીં તો ફરી તમારે શોક વ્યક્ત કરવો પડશે. અથવા કડક કાર્યવાહી કરવામાં આવશે એવા નારા ફરી લગાવવા પડશે.ત્યારે સવાલ એ છે કે દર વખતે પાણી વહી જાય પછી જ પાળ બાંધવાની.?એના કરતા વહેલા ધોરણે ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ ઉપર લાલ આંખ કરો.જેથી બે નંબરી વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે.કેમ કે તહેવારો નજીક આવી રહયા છે અને તહેવારોમાં ઘણા પરિવારો બહાર ખાવા પીવાનું શોખ રાખતા હોય છે. જેથી ફૂડ પોઇઝન જેવા ભયંકર રોગથી બચાવી શકાય. રૂપાણીજી ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગમાં રાખેલી વિજીલિયન્સ ટિમ ફૂલ આરામ જ કરે છે.આ ટિમ 24 કલાક કાર્યરત હોવા છતા આ ટીમને કોઈના દ્વારા માહિતી મળે અને જાણ કરવામાં આવે કે અહીં રેડ કરો સાહેબ અહીંથી લાખો કિલો અખાદ્ય પદાર્થ ઝડપી શકાય એમ છે છતાં પણ આ ટીમના અધિકારી એવા ગોહિલ સાહેબ એવો જવાબ આપે છે કે તમે લેખિત અરજી આપો પછી કાર્યવાહી કરીએ.આતો કેવો જવાબ જો ટિમ 24 કલાક કાર્યરથ હોય તો જેવી માહિતી મળે તેવી કેમ રેડ ના કરી શકાય.? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટિમ આવી રીતે આરામ જ કર્યા કરશે તો તહેવારો નજીક આવે છે.ઘણા પરિવારને ફૂડ પોઇઝન થઈ જશે.તો જવાબદાર કોણ.? સરકાર કે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ.? અધિકારીઓને તમારી સરકારનો કોઈ પણ જાતનો ડર લાગતો નથી તે સ્પષ્ટ દેખાય છે.તેથી જ તે લોકો ફૂલ આરામ ફરમાવે છે. અને ગોલમાલ કરતા વેપારીઓ અખાદ્ય ખોરાક બજારમાં ધમ ધમાવે છે.રૂપાણીજી તેમ ભ્રષ્ટાચાર મુક્ત તેમજ પારદર્શકતા રાજ્યમાં લાવવા માંગો છો પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સના ઉચ્ચ ભ્રષ્ટઅધિકારીઓ તમારા વિરુદ્ધ ચાલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યુ છે.અને આ અધિકારીઓ સત્તાના નશામાં માનવતા ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સના ઉચ્ચ અધિકારીઓની જો આઈ.ટી દ્વારા તપાસ કરાવવામાં આવે તો કરોડોનું બ્લેક નાણું બહાર આવે તેમા કોઇ નવાહી નહિ. કેમ કે ઘણા અધિકારીઓ કેટલાય વર્ષોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જ ધામા નાખી દીધા છે. તેમની ઘણા સમયથી બદલી પણ કરવામાં આવી નથી. તેથી બે નંબરી વેપારીઓ સાથે તેમનો સારો તાલ-મેલ થઈ ગયો છે.જો ઉચ્ચ અધિકારીઓ આમ આરામ ફરમાવતા જ રહશે તો સુરતમાં તંત્રની લાપરવાહીના કારણે જે આગની ઘટના બની અને લોકોના જીવ ગયા એમ ફૂડ પોઇઝનથી પણ ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવશે.અને પછી તમે એમ કહેશો કે જે ઘટના બની તે બહુ દુઃખ દાયક છે.આના પાછળ જે જવાબદાર લોકો હશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.તો આ કડક કાર્યવાહી ઘટના બન્યા પછી કરવી તો પહેલા કેમ નહિ.? શુ કોઈ ઘટના બને તેની રાહ જોવી જરૂરી છે.? કેમ પાણી પહેલા પાળ બાંધવામાં આવતી નથી.? કેમ ભ્રષ્ટઅધિકારીઓ તેમજ મનમાની કરતા અધિકારીઓની બદલી કરી એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.? કેમ આ અધિકારીઓને એક જ વિભાગમાં આટલા વર્ષ સુધી રાખવામાં આવે છે.? શુ આ અધિકારીઓ સાથે સરકારની કોઈ સાઠ ગાંઠ છે.? કે પછી કોઈ મજબૂરી.? આપડા વડાપ્રધાન કાળું નાણું બહાર લાવવા સખત મહેનત કરી રહયા છે. તેમજ વિદેશથી કાળું નાણું બહાર લાવવા પણ પ્રયત્ન કરી રહયા છે.પરંતું જો આવા ભ્રષ્ટઅધિકારીઓની જો આઈ.ટી વિભાગ દ્વારા તાપસ કરવામાં આવે તો કાળું નાણું બહાર આવી શકે તેમ છે.રૂપાણીજી ફૂડ એન્ડ દ્રગ્સના વિભાગ ઉપર જો લાલ આંખ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ગુજરાતમાં કેન્સર જેવી બીમારીઓમાં વધારો થતો જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.