(જી.એન.એસ) તા.૨૯
ગાંધીનગર,
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના થયાને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. નવા મંત્રી બન્યા અને જૂના મંત્રી ગયા. સરકારમાં મંત્રીઓનું આવનજાવન ચાલુ જ હોય છે, પરંતુ મંત્રીપદ ગયા બાદ પણ કેટલાક નેતાઓને તેનો મોહ છૂટતો નથી. ખાસ કરીને સરકારી બંગલો ખાલી કરવા કોઈ તૈયાર થતુ નથી તેવુ આપણે અવારનવાર જોયું છે. ત્યારે ગાંધીનગરમાં 4 પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા એટલા વહાલા લાગ્યા કે, હજી સુધી તેમણે આ બંગલા ખાલી કર્યા નથી. જૂની સરકારના પૂર્વ મંત્રીઓ હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમણ પાટકર, જયદ્રથસિંહ પરમાર સહિત ચારેક મંત્રીઓ, બોર્ડ- નિગમના પદાધિકારીઓ અને CMOમાંથી હાંકી કાઢાયેલા ખાસ ફરજ ઉપરના અધિકારી હિતેશ પંડયાએ પણ સેક્ટર ૧૯ સ્થિત સરકારી આવાસો ખાલી કર્યા નથી. સપ્ટેમ્બર ૨૦૨૧માં તત્કાલીન રૂપાણી સરકારના પતન પછી પણ તે વેળાએ મંત્રી અને બોર્ડ- નિગમોમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ જેવા પદો કે પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ પર રહેલા નેતાઓને ગાંધીનગરમાં સરકારી બંગલાનો મોહ છૂટ્યો નથી. નવી સરકાર ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આ કારણોસર બદલી થઈને ગાંધીનગરમાં આવેલા IAS, IPS અને IFS સહિત સ્ટેટ કેડરના વર્ગ એકના ઓક્સિરો સલવાણા છે. હવે હાઈકોર્ટે અમદાવાદ સ્થિત સરકારી બંગલા ખાલી કરાવવાનો આદેશ કરતા માર્ગ મકાન વિભાગ ગાંધીનગરમાં રાજકીય નેતાઓ દ્વારા પદ છોડયા પછી પણ આવાસ ખાલી ન કરાતા નથી. ઉલ્લેખનીય છે કે, આ અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા મુદ્દો ઉંચકાયો હતો. પૂર્વ મંત્રીઓ દ્વારા સરકારી બંગલા ખાલી ન કરાતા હોવાનો કોંગ્રેસના આરોપ બાદ રાજકીય આક્ષેપબાજીઓ કરી હતી. રાજ્યના પૂર્વ મંત્રીઓ બંગલા ખાલી ના કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ફોટો સાથે દાવો કર્યો છે. અગાઉ પણ અનેક મંત્રીઓના નામ આવી ચૂક્યા હતા, જેઓ બંગલા ખાલી કરતા ન હતા. આ વાતને લાંબો સમય વીતી ગયો હોવા છતા હજી પણ ચાર પૂર્વ મંત્રીઓ બંગલા ખાલી કરવા માંગતા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.