Home Uncategorized રિલેશનશિપમાં રહેતા કપલ્સ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો એક મહત્વનો નિર્ણય

રિલેશનશિપમાં રહેતા કપલ્સ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો એક મહત્વનો નિર્ણય

9
0

(GNS),16

લિવ-ઈન રિલેશનશિપ – જસ્ટિસ કુલદીપ તિવારીની સિંગલ બેન્ચે પંજાબના એક દંપતીની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે તેમના જીવન અને સ્વતંત્રતાના રક્ષણની માંગ કરી હતી. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે તેઓ ‘લિવ-ઈન-રિલેશનશિપ’માં હતા, જેના કારણે મહિલાના પરિવારજનોએ ફરિયાદ કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, ‘લિવ-ઈન-રિલેશનશિપ’માં રહેતી મહિલા અપરિણીત છે, જ્યારે પુરુષ પરિણીત છે અને વણસેલા સંબંધોને કારણે પત્નીથી અલગ રહે છે..

આ રિલેશનશિપમાં રહેતા કપલ્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે પતિ અથવા પત્નીને છૂટાછેડા આપ્યા વિના જે વ્યક્તિ તેના અન્ય સ્ત્રી અથવા પુરુષ સાથે કામુક જીવન જીવે તો એવા સંબંધોને લિવ-ઈન રિલેશનશિપ અથવા લગ્નેતર સંબંધ તરીકે કહેવામા આવે છે. તેને સંબંધ કહી શકાય નહીં. કોર્ટે વધુમાં એમ પણ કહ્યું છે કે, આ ભારતીય દંડસહિતાની કલમ 494 અને 494 હેઠળ બીજા લગ્ન કર્યાનો ગુનો છે..

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ તિવારીએ પટિયાલા સ્થિત એક દંપતીને પોલીસની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ વખતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ટકોર કરી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ જાણ્યું કે, વ્યક્તિ પહેલેથી જ પરિણીત છે અને તેને ઉક્ત લગ્નથી 2 વર્ષની બાળકી પણ છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે પહેલા પાર્ટનરને છૂટાછેડા આપ્યા વિના અરજદાર પુરુષ બીજી સ્ત્રી (લિવ-ઈન પાર્ટનર) સાથે વિવાહિત જીવન જીવી રહ્યો છે. આ IPCની કલમ 494, 495 હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે. આ કાયદા હેઠળ રોકડ રકમના દંડની સાથે વધુમાં વધુ 7 વર્ષની જેલની સજા થઈ શકે છે..

સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને કહેવામાં આવ્યું કે, અરજદાર પુરુષ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં પડતર છે. હકીકતમાં અરજદાર અને તેના લિવ-ઇન પાર્ટનરે તેમના જીવને જોખમ હોવાનું દર્શાવીને તેમના સંબંધીઓ પાસેથી પોલીસ રક્ષણની માંગણી કરીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે કહ્યું કે, આ આરોપોના સમર્થનમાં રેકોર્ડ પર કોઈ સામગ્રી મૂકવામાં આવી નથી અને ન તો આવી કોઈ દાખલો ટાંકવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટ દ્વારા આવા આરોપોને સરળતાથી અને ભોળી રીતે સ્વીકારી શકાય નહીં. તેથી, ઉક્ત દંપતીની અરજી કોર્ટે ફગાવી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વ મત્સ્યપાલન દિવસના પ્રસંગે મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન મંત્રાલય, પશુપાલન અને ડેરી વિભાગ 21 અને 22 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન કરશે
Next articleબિહાર જતી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ, મુસાફરો ઇજાગ્રસ્ત થયા