Home વ્યાપાર જગત - BUSINESS રિટેલ ફુગાવામાં વૃધ્ધિના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

રિટેલ ફુગાવામાં વૃધ્ધિના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૮૮૬.૬૧ સામે ૫૪૨૧૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૪૫૫.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૫.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૨.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૫૧૪.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૦૪૪.૨૫ સામે ૧૬૦૯૭.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૯૬૨.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૯૯૦.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી પરંતુ ગુજરાત સહિતના રાજયોમાં વરસાદ વરદાનરૂપ નીવડવાને બદલે હવે કહેર વરસાવવામાં લાગ્યો હોઈ અતિવૃષ્ટિની ચિંતા થવા લાગતાં અને વૈશ્વિક મોરચે ફરી મંદીની ચિંતામાં કોમોડિટીઝના તૂટતાં ભાવ સાથે ક્રુડ ઓઈલ ૧૦૦ ડોલરની અંદર ઉતરી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો નવા તળીયે ઉતરી જતાં ભારતીય શેરબજારમાં આજે ઘટાડો નોંધાયો હતો. આઈટી-સોફટવેર સર્વિસિઝ કંપનીઓના ટીસીએસના અપેક્ષાથી નબળા પરિણામે સપ્તાહના શરૂઆતથી થયેલી વેચવાલી આજે આગળ વધતાં અને પાવર, યુટિલિટીઝ, ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં ફંડોની વેચવાલી નીકળતાં બીએસઇ સેન્સેક્સ ૩૭૨ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૫૩ ઘટીને બંધ રહ્યા હતા જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે લેવાલી નોંધાતા તેજી જોવા મળી હતી.

ફુગાવા – મોઘવારીના દબાણને હળવું કરવા વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા કરાયેલા વ્યાજ દરોમાં વધારાના કારણે ધિરાણ મોંઘુ બનતા નાણા પ્રવાહિતાની ખેંચ દેખાવા લાગતાં ઉદ્યોગો, અર્થતંત્ર પર મોટી મંદીમાં આવી જવાના એંધાણ વચ્ચે અમેરિકી ડોલર સામે રૂપિયો નવા નીચા તળીયે આવતા ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૦૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૧.૨૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, મેટલ, બેઝીક મટીરીયલ, સીડીજીએસ, કન્ઝ્યુમર ડયુરેબલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૫ અને વધનારની સંખ્યા ૧૬૧૨ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વમાં અત્યારે હાહાકાર મચાવી રહેલા ફુગાવા – મોંઘવારીના દાનવને અંકુશમાં લેવા વિશ્વની મહાસત્તા અમેરિકાએ બતાવેલી ઐતિહાસિક દોટમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષિત ૦.૭૫%નો વધારો કરાયા છતાં ફુગાવાને અંકુશમાં લેવા જતાં વિશ્વ પર મહા મંદીનું જોખમ હજુ યથાવત છે. સ્થાનિક સ્તરે પણ મોંઘવારીથી નજીકના સમયમાં રાહત મળે તેવી કોઇ શક્યતા હાલ દેખાતી નથી કારણે જૂન મહિનામાં પણ રિટેલ ઇન્ફ્લેશન સળંગ છઠ્ઠા મહિને રિઝર્વ બેન્કની નિર્ધારિત મર્યાદિત કરતા ઉંચો આવ્યો છે. જાહેર થયેલા આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે રિટેલ ઇન્ફ્લેક્શન જૂન મહિનામાં ૭.૦૧% નોંધાયો છે, જે મે મહિનામાં ૭.૦૪% હતો અને જૂન ૨૦૨૧માં ૬.૨૬% નોંધાયો હતો.

રિટેલ ફુગાવો સળંગ છઠ્ઠા મહિને રિઝર્વ બેન્કની ૬%ની અપર – લિમિટ કરતા ઉંચો આવ્યો છે. નોંધનીય છે કે, વધતી મોંઘવારીને ડામવા માટે રિઝર્વ બેન્કે વિતેલ બે મહિનામાં સળંગ બે વખત વ્યાજદર વધાર્યા છે, તેમ છતાં રિટેલ ઇન્ફ્લેશન હજી પણ ૭%ની ઉપર રહ્યો છે. ઉપરાંત જૂન મહિનામાં ફૂડ બાસ્કેટમાં ઇન્ફ્લેશન ૭.૭૫% નોંધાયો છે જે તેની અગાઉના મહિને ૭.૯૭% નોંધાયો હતો. રિઝર્વ બેન્કે પોતાની મોનેટરી પોલિસીની ઘોષણા કરી વખતે ચાલુ નાણાંકીય વર્ષ માટે રિટેલ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ અગાઉના ૫.૭%થી વધારીને ૬.૭% કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field