Home ગુજરાત ગાંધીનગર રિઝર્વ બેંક દ્વારા સ્વસહાય જુથની મહિલાઓ માટેનો નાણાકીય સાક્ષરતા જાગૃતિ  કેમ્પ યોજાયો

રિઝર્વ બેંક દ્વારા સ્વસહાય જુથની મહિલાઓ માટેનો નાણાકીય સાક્ષરતા જાગૃતિ  કેમ્પ યોજાયો

15
0

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

ગાંધીનગ ર તાલુકાના  રૂપાલ ગામ ખાતે આવેલા  પ્રસિધ્ધ શ્રી વરદાયીની માતા મંદિરના હોલમાં સ્વસહાય જુથની મહિલાઓ માટે રિઝર્વબેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં નાણાકીય સાક્ષરતા જાગૃતિ અંગે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમ અંતર્ગત  રિઝર્વ બઁકના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસરશ્રી રાહુલ સૈની દ્વારા  બહેનોને  બેંકની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી, સ્ટેટ બેંકના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી આદેશ જુનેજા દ્વારા મહિલાઓ માટેની બેંકની વિવિધ યોજનાઓ વિશે તથા જિલ્લાના નાણાકીય સાક્ષરતા સલાહકાર શ્રી અનિલ પુરોહિત દ્વારા સ્વ સહાય જુથ યોજના અને નાણાકીય સંચાલન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા માટે યોજાયેલા આ કેમ્પ માં તાલુકા લાઈવલી હૂડ મેનેજર,બેંક ઓફ બરોડા,રૂપાલ ના મેનેજર, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ના ડાયરેક્ટર શ્રી તથા વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા
Next articleઅરજદારની સમસ્યાને ગંભીરતાથી લો: અરજદારને વહીવટી તંત્ર પાસે ઘણી અપેક્ષા છે, તેમને સંતોષ થવો જોઈએ – કલેક્ટર શ્રી મેહુલ દવે