(જી.એન.એસ) તા. 9
અમદાવાદ/ગાંધીનગર,
રાહત કમિશનર શ્રી જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં IMD ના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી તા.૧૪ જુલાઈ, ૨૦૨૪ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે.
આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરશ્રી એ સૂચના આપી હતી.
રાહત કમિશનરશ્રી દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગના તથા ઈન્ડિયન એરફોર્સ ના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહેલ હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.