Home મનોરંજન - Entertainment રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલિવુડ સ્ટાર પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા

રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલિવુડ સ્ટાર પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા

22
0

(જી.એન.એસ),તા.૨૨

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક સમારોહ માટે બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.સોમવાર સવારથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી. અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, રણદીપ હુડ્ડા સહિત ઘણા કલાકારો અને અભિનેત્રીઓ ટેક ઓફ કરતા પહેલા મુંબઈ અને ચેન્નાઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સફેદ કુર્તા-પાયજામા પહેરીને સોમવારે સવારે અયોધ્યા રામ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને પત્ની આલીયા ભટ્ટ પારંપારિક કપડામાં પહોચ્યા હતા. આ સમયે રણબીરે ક્રિમ કલરનો જભ્ભો અને ધોતી પહેરી હતી તેમજ સફેદ કલરની સાલ ઓઢી હતી, જ્યારે આલિયા ભટ્ટે બ્લ્યૂ રંગની રેશમા સાડી પહેરી હતી ફોટોમાં રણબીર આલિયાની સાથે ફિલ્મ ડિરેક્ટર રોહીત શેટ્ટીમ પણ જોવા મળી રહ્યા છે. ભવ્ય રામ મંદિરના પ્રાંગણમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત જોવા મળ્યા હતા. આ સમયે તે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે અભિનેતા ફ્લાઈટ લેવા માટે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના ચાહકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. જે બાદ આજે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા અને ભગવાન રામના આશીર્વાદ લીધા હતા. અભિનેતા વિકી કૌશલ તેની પત્ની કેટરિના કૈફ સાથે અને અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પતિ રામ નેને પરંપરાગત કપડાંમાં રામ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ઉદ્યોગોની આમંત્રિત હસ્તીઓ શુભ દિવસ માટે અયોધ્યામાં છે ત્યારે રામ ચરણની તેના માતા-પિતા મેગાસ્ટાર ચિરંજીવી અને સુરેખા સાથે આયોધ્યા પહોચ્યાં હતા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન પણ અયોધ્યામાં છે. અયોધ્યામાં ઢોલ-નગારા સાથે બિગ બી તેમજ તેમના પુત્રનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના પણ અયોધ્યા રામ નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા પહોચ્યાં છે ત્યારે મીડિયા સાથે વાત કરતા આયુષ્યમાને ઘણી વાતો પણ કરી હતી. ‘ક્વીન’ અભિનેત્રી કંગના રનૌત રવિવારે અયોધ્યા પહોંચી હતી. રામની ભક્તિમાં લીન કંગનાએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો અને આ સમયે ખુશીથી જોર જોરથી ભગવાન રામના નારા લગાવ્યા હતા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝી અને સોની મર્જરની 10 બિલિયન ડોલરની ડીલ રદ
Next articleફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અયોધ્યા નગરી પહોંચી