Home ગુજરાત રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજ ગામે ઉપસ્થિત...

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજ ગામે ઉપસ્થિત રહ્યા

15
0

ભવ્ય રામ મંદિરની ભેટ આપવા બદલ તમામ ગુજરાતીઓ વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ-ખૂબ આભાર: મુખ્યમંત્રીશ્રી

*મુખ્યમંત્રીશ્રી તેમજ ગામના આગેવાનોએ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી

(જી.એન.એસ),તા.૨૨
અમદાવાદ,
તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનશ્રીના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રમત જગતના દિગ્ગજો પણ રહ્યા હતા હાજર
Next articleપ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખી રજૂ થશે