Home ગુજરાત રાજ તો રાજા રાવણનુ પણ રહ્યુ નહોતું….સમજે...

રાજ તો રાજા રાવણનુ પણ રહ્યુ નહોતું….સમજે તેને વંદન…..!!

316
0

(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દેશભરના ગરીબ, મજુર, મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગના લોકોમાં બેહદ મોંઘવારી, બેરોજગારીમા ભારે ઉછાળ તેમજ કેન્દ્ર સરકારે ટ્રાફિક એકટમાં જે આકરી જોગવાઈઓ કરી છે તેને કારણે ઉપરાંત દેશમાં રેપની જે ઘટનાઓ ઘટી રહી છે તેને કારણે ભારે આક્રોશ પ્રસરી ગયો છે. નોટ બંધી બાદ દેશના તમામ વર્ગોમાં લોકોએ જે પરેશાની ભોગવી છે તે આજે પણ ભૂલ્યા નથી અને અત્યારે પણ તેનો અનુભવ કરી રહ્યા છે. નોટ બંધી બાદ દેશમાં મોટા- મધ્યમ કદના અનેક ક્ષેત્રના ઉદ્યોગો, વ્યાપાર- ધંધા ઠપ થઈ ગયા છે, તો કરોડો લોકોએ રોજગારી ગુમાવવી પડી છે. પરિણામે બેરોજગારીનો રાફડો ફાટયો છે. અને મંદીએ દેશભરમાં અજગરી ભરડો લીધો છે. તો તેની અસર ગ્રામ્ય સ્તરે કે જે મોટા પ્રમાણમા રોજગારી આપે છે તેમા પણ મોટા પ્રમાણમાં પડી છે. આ બધી પ્રજાકીય તકલીફોથી નોંધ કેન્દ્રની ભાજપ સરકારે લીધી નથી….! પરંતુ પ્રજાને આ મુદ્દા ભુલાવવા જે પ્રકારે આધારકાર્ડ લાવ્યા અને લોકોને લાઇનો લગાવવી પડી તેમજ નોટબંધી બાદ સામાન્ય વર્ગને દિવસોના દિવસો સુધી લાઇનો લગાવવી પડી એ જ રીતે કેન્દ્ર સરકાર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાવી અને દેશભરમાં લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી. જે દિવસે લોકસભામાં આ બીલ લાવવામાં આવ્યું તે જ દિવસે ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે લોક વિરોધ થયો અને સમગ્ર જનજીવન ઠપ થઇ ગયું. તો લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધપક્ષોએ જોરદાર વિરોધ કર્યો. જો કે નીતીશકુમારના પક્ષે અને શિવસેનાએ ગૃહમાંથી વોકઆઉટ કરી ઇનડાયરેક્ટ ટેકો આપ્યો હતો, તો બાર જેટલા મુસ્લિમ સાંસદોએ પણ ટેકો આપ્યો હતો. જેથી આ બિલ પસાર થઈ ગયું. પરંતુ દેશના ઉત્તર પૂર્વમાં જે વિરોધ થયો અને તે વિરોધ ડામી દેવા માટે જે પોલીસ બળ પ્રયોગ થયો તેના કારણે આગ લગાડવા, પથ્થરમારો સહિતની ઘટનાઓ બનતા બિલના વિરોધે વરવુ રૂપ ધારણ કરી લીધું. તો દેશના અનેક રાજ્યોમાં પણ આ બિલનો ભારે શાન્ત વિરોધ થઇ રહ્યો છે. જ્યારે જેએનયુ અને જામિયા-મિલીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ શાન્તીથી પ્રદર્શન કરી વિરોધ કરતા પોલીસ જામિયા-મિલીયા યુનિવર્સિટીમાં વગર મંજુરીએ ઘૂસી ગઈ અને ટિયરગેસના સેલ છોડ્યા તેમજ લાયબ્રેરી સુધી ઘૂસી જઈ વાંચન કરતા વિદ્યાર્થીઓ ઉપર તૂટી પડી અને બેફામ લાઠીચાર્જ કર્યો તેના વીડિયો સોશિયલ મીડિયા ઉપર ફરી વળતાં દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાધનમાં આક્રોશ ફરી વળ્યો જ્યા જ્યા લોકોના સાથથી વિદ્યાર્થીઓએ શાંતિથી વિરોધ પ્રદર્શનો કર્યા જેમાં પોલીસે આ વિદ્યાર્થીઓ- યુવાનોની અટકાયત કરતાં હવે આમ પ્રજા ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભડકી ગઈ છે. જેને ભાજપા સમજી શક્યો નથી….! કે તેની સરકાર સમજી શકતી નથી….! કે તેના નેતાઓ બહુમતીના મદમા રાચી રહ્યા છે એટલે સમજવા તૈયાર નથી થતા કે પછી…..?!
આ વિવાદાસ્પદ નાગરિક સુધારા કાયદા સામે ભાજપના સાથીદાર જેવા પક્ષો આસામ ગણ પરિષદ, નીતીશકુમારના બિહાર રાજ્યમાં તથા પૂર્વના રાજ્યોમાં ભારે લોક આક્રોશ ભડક્યો છે. તો દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાવર્ગમાં જે વિરોધ ભર્યો આક્રોશ અને જુસ્સો છે તે જોવામા કે સમજવામાં ભાજપા અને તેની સરકાર તેમજ તેના રાજનેતાઓ થાપ ખાઈ ગયા છે…..! ભાજપ આ આ વિરોધની ઘટનાઓનો દોષ નો ટોપલો કોંગ્રેસ પર ઢોળી રહ્યો છે પરંતુ બહુમત લોક વિરોધ સમજવામાં ભૂલ કરી રહ્યો છે. તેવું રાજકિય નિષ્ણાંતો અને પંડિતો માની રહ્યા છે. જમ્મુ કાશ્મીર કલમ 370 હટાવવાનો વિરોધ કાશ્મિર સીમિત હતો. પરંતુ નાગરિક સુધારા કાયદા સામે દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે અને ત્યારે ગૃહ મંત્રીશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ગમે તેટલો વિરોધ થાય પણ સરકાર ઝુકશે નહીં. ગૃહમંત્રી હજુ એવું સમજતા લાગે છે કે ગુજરાત રાજ્ય ભાજપાની એક પ્રયોગશાળા હતી અને સફળતા મળી- ગુજરાતમાં જે રીતે વિવિધ આંદોલનો પોલીસ બળ પ્રયોગ દ્વારા દાબી દીધા એજ રીતે દેશભરમાનો આ એક્ટ સામેનો વિરોધ દાબી દેવામાં સફળતા મળશે…. પરંતુ રોજ સવાર પડેને નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે. જે હવે અમેરિકાના વોશિંગ્ટનમાં પણ પહોંચી ગયો છે. ત્યાં પણ વિદ્યાર્થીઓએ આ એક્ટ અંગે ભારે પ્રદર્શનો કર્યા છે. જેની નોંધ ત્યાના મિડીયાએ લેતા વિશ્વના દેશોમાં પણ તેના પ્રત્યાઘાત પડયા છે જે ભારત માટે નુકશાન કરતા હશે…તે હકીકત છે.
લોકોમાં એક સમજ ઘર કરી ગઈ છે કે ભાજપાના કેટલાક શિર્ષ નેતાઓ જીદ્દી સ્વભાવના છે એટલે દેશભરમાં વિરોધ છતાં આ કાયદો પાછો નહીં ખેંચે….! દેશભરના લોકોમા રેપ ઘટનાઓએ ભારે ગુસ્સો છે તો મોંઘવારી, બેરોજગારી અંગેના ગુસ્સામાં તેનો ઉમેરો થયો છે અને તેમાં જાહેર સાહસો સરકારે વેચવા કાઢ્યા હોવાની વાત જાહેર થતા યુવા વર્ગ-શિક્ષિત વર્ગ સાથે લોકોના આક્રોશમાં ઉમેરો કર્યો છે. એટલે એક વાત ભાજપા રાજનેતાઓએ સમજવાની જરૂર છે કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોથી ચાલતું શાસન. તેમાં કોઈની ખોટી જોહુકમી ન ચલાવાય. લોકોની ઈચ્છા પ્રમાણે સરકારે નિર્ણય કરવા પડે. એટલે નાગરિકતા સુધારા કાયદો પરત ખેચી લેવો તે ભાજપાના હિતમાં છે. બાકી લોક વિરોધ સામે કોઈ કોઈ સત્તા ટકી શકી નથી… અંગ્રેજોને પણ ભારત છોડવું પડ્યું હતું…. તે વાત સમજે તો શાણપણ….. નહી તો ભગવાન શ્રી રામજીની સામે રાવણ અને તેની લંકા ખતમ થઈ ગઈ હતી… જે એક સત્ય હકીકત છે…. જયશ્રીરામ….. વંદે માતરમ્…..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરિષ્ઠ પત્રકાર અને હિં.સ. એજન્સીના સંચાલક ભૂપતભાઇ પારેખનું દુઃખદ નિધન, શુક્રવારે પ્રાર્થના સભા
Next articleગિફ્ટસિટીમાં 5 સ્ટાર હોટલ ‘ગ્રાન્ડ મરક્યુરી’નું સીએમ રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન