(જી.એન.એસ) તા. 21
જામનગર,
જામનગરની જનતાને નવું અને અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે શહેરના જુના એસ.ટી. બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ સમય દરમિયાન જૂની એસ.ટી. બસ સ્ટેન્ડ વાળી જગ્યા, કે જે સ્થળે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જુના બસ સ્ટેશન વાળી ઇમારત કે જેની પાડતોડની પ્રક્રિયાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે, અને જુદા-જુદા હિટાચી મશીનો વગેરે લગાવીને એસટી બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

