(જી.એન.એસ) તા.15
ગાંધીનગર/અમદાવાદ,
આવનાર દિવસો માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને પવનની દિશા બદલતા તાપમાન 1-2 ડિગ્રી ઘટ્યું છે, છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં 38.3 ડિગ્રી, ગાંધીનગરમાં 37 .4 ડિગ્રી, સુરતમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, રાજકોટમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી,ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી,કેશોદ 38.4 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી,મહુવામાં 37.6 ડિગ્રી, ભાવનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર પૂર્વના પવનને લીધે અન્ય શહેરો માં ગરમીની અસર રહેશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.