Home ગુજરાત ગાંધીનગર રાજ્યવ્યાપી સેવા સેતુના ૧૦મા તબક્કાનો પ્રારંભ

રાજ્યવ્યાપી સેવા સેતુના ૧૦મા તબક્કાનો પ્રારંભ

18
0

(G.N.S) Dt. 17

ગાંધીનગર,

રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાની સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે.

૩૧મી ઓક્ટોબર સુધી ચાલનારા આ સેવા સેતુના ૧૦મા તબક્કામાં તાલુકા દીઠ ૩ સેવા સેતુ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના ૧૩ વિભાગોની ૫૫ જેટલી પ્રજાલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સેવા સેતુના આ ૧૦મા તબક્કાના ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે થયેલા આયોજનમાં સહભાગી થયા હતા. તેમણે ગંગા સ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું.

એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગોના સ્ટોલ્સ પર જઈને નાગરિકોને મળવાપાત્ર લાભ-સહાયની વિગતો મેળવવા સાથે નિરીક્ષણ પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના ૪ તાલુકા પૈકી માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકા અને ગાંધીનગર મહાનગરપાલિકા, દહેગામ નગરપાલિકા, કલોલ નગરપાલિકા તથા માણસા નગરપાલિકા વોર્ડના નગરજનો સેવા સેતુ થકી યોજનાકીય લાભ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

અડાલજ ખાતે આ સેવા સેતુ કાર્યક્રમ અન્‍વયે વિવિધ વિભાગોના ૧૩ સ્ટોલ ઉભા કરીને ગંગા સ્વરૂપા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય જેવા યોજનાકીય લાભો સહિત આધારકાર્ડ, રાશનકાર્ડ, જન્મ-મરણના દાખલા તથા આવકના પ્રમાણપત્ર વગેરે તાત્કાલિક ધોરણે કરી આપવાની સેવા આ કાર્યક્રમના સ્થળ પર જ કરવામાં આવી છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, મામલતદાર શ્રી હરેશ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRE INVEST-2024: બીજો દિવસ; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત સેશન” યોજાયુંRE INVEST-2024: બીજો દિવસ;
Next articleઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપર્ચ્યુનિટી ફોર ગુજરાત” વિષય પર  આયોજિત CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી