Home ગુજરાત ગાંધીનગર રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ, અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ, અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

19
0

ઘણી જગ્યાએ ઓવર બ્રીજ તૂટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૭

મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્તા જનજીવન ખોરવાયુ છે. કેટલાક સ્થળોએ વીજપુરવઠો ખોરવાયો છે. તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ રાજકોટના જસદણના કમળાપુર ગામે ભારે પવન સાથે વરસાદ પડતા 6 વીજપોલ ધરાશાયી થયા છે. જેના પગલે સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે.રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકશાન થયુ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,વડોદરા 6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં અન્ય માર્ગોની વાત કરીએ તો કુલ 44 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2 ,સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5, સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3,કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65,નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17,મોરબી 10, જામનગર 11, દ્રારકા 1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અમરેલી 1,જૂનાગઢ 4, પોરબંદર 6 સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે. કચ્છનો સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાયો છે. નેશનલ હાઈવે પર સુરક્ષા માટે ડાયવર્ઝન અપાયું છે. મચ્છુ ડેમના પાણી છોડાયા હોવાથી નિર્ણય લેવાયો છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની અપીલ છે. કચ્છ-અમદાવાદ જવા રાધનપુર માર્ગનો ઉપયોગ કરવા સુચના છે. વરસાદીની સ્થિતિ વચ્ચે સુરક્ષા માટે તંત્ર સતત કાર્યશીલ છે. છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે. સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો હતા.કલેક્ટર અને પોલીસ અધીક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોરંબદર અને સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટનો લોકમેળો રદ
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લ્હાવો લીધો