Home ગુજરાત ગાંધીનગર રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :-...

રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

4
0

ગત્ વર્ષથી શરૂ થયેલ “નમો શ્રી” યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૬.૨૫ લાખ લાભાર્થીઓને (ટોટલ ૩ હપ્તાની) રૂ.૧૫૧.૫૪ કરોડની નાણાકીય સહાય DBT  દ્વારા ચૂકવાઇ

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

રાજ્યમાં ગત્ વર્ષથી શરૂ થયેલ “નમો શ્રી” યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૬.૨૫ લાખ લાભાર્થીઓને (ટોટલ ૩ હપ્તાની) રૂ.૧૫૧.૫૪ કરોડની નાણાકીય સહાય DBT  દ્વારા ચૂકવાઇ

        MMR માટે એનિમિયા, ચેપ, પોસ્ટ પાર્ટમ હેમરેજ (PPH-પ્રસુતિ બાદ રક્તસ્ત્રાવ) , (APH-પ્રસુતિ પહેલા રક્તસ્ત્રાવ), પ્રિ-એક્લેમ્પ્સિયા (ગર્ભાવસ્થા દરમિયાન લોહીના ઉંચા દબાણના કારણે આવતી ખેંચ), સિકલ સેલ એનિમિયા જેવા કારણો જવાબદાર છે

•       IMR માટે નવજાત શીશુને જન્મ સમયે શ્વાસોશ્વાસની તકલીફ, જન્મ જાત ખોડખાંપણ,  ચેપ લાગવો, કમળો, જન્મ સમયે ગર્ભનું પાણી પી જવું, અધુરા માસે જન્મ જેવા કારણોસર બાળકના જન્મથી ૧ વર્ષ સુધીના સમયમાં મૃત્યુ થતાં હોય છે

•       છેલ્લા બે વર્ષમાં ૨.૩૬ લાખ જેટલા નવજાત શિશુને ગંભીર બિમારીનાં લક્ષણો જણાતા  સત્વરે ૧૦૮ મારફતે નજીકના ન્યુબોન કેર યુનિટ (NBSU) અથવા સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU) ખાતે રીફર કરીને સારવાર અપાઇ

ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે કરેલા પ્રયાસો સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અને કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યા છે.

રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભએ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ખિલખિલાટ, કસ્તુરબા પોષણ સહાય યોજના, નમોશ્રી યોજના જેવી વિવિધ યોજના/કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ગત્ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા નમો શ્રી યોજના અને અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની નાણાકીય સહાય  યોજના શરૂ કરાઇ હોવાનું મંત્રીશ્રી એ કહ્યું હતુ.

અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા બહેનોમાં જોવા મળતા ચિહ્નો:-

•       બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ ગ્રામ કે તેથી ઓછું હોય,

•       લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી વધુ (૩ વખતે) હોય અને પગે સોજા આવવો અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવું,

•       ANC તપાસમાં કોઇપણ તબકકે BMI ૧૭ કરતા ઓછો હોય, ૬(છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪ર કિલોથી ઓછુ વજન ધરાવતા સગર્ભા માતાઓ,

•       પ્રસુતિ  સમયે Placenta  Previa ધરાવતા સગર્ભા બહેનો,

•       સીકલ સેલ રોગ/ થેલેસેમીયા/ હિમોફીલીયાની બિમારી ધરાવતી સગર્ભા બહેનો,

•       ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય (known case of chronic tuberculosis with multi drug resistance),

•       ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતી સગર્ભા બહેનો, અગાઉ ૨(બે) પ્રસુતિ દરિમયાન સિજેરીયન કરાવેલ હોય,

•       જે સર્ગભા બહેનોને Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વધારેની) હોય,

•       બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ થી ૭ ગ્રામ % .

•       સગર્ભાવસ્થા દરમ્યાન મધુપ્રમેહ,

•       અગાઉ ત્રણ વખત ગર્ભ ઘારણ કરેલ હોય તેવી સગર્ભા બહેનો કે જેઓની આ વખતે ચોથી ડીલીવરી થવાની હોય

•       ૪૫ વર્ષ કરતાં વધુ ઉંમર

•       એઇડ્સ

આવા ચિહ્નો ધરાવતી બહેનોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૫,૦૦૦/-ના ઇન્સેન્ટીવમાંથી રૂ.૫૦૦૦/- પ્રથમ તબક્કે ૯ મો મહિનો શરુ થાય ત્યારે તુરંત અને ત્યાર બાદ રૂ.૧૦,૦૦૦/- બીજા તબકકે ૭ દિવસના હોસ્પિટલમાં રોકાણ બાદ અથવા તે પછી હોસ્પિટલથી રજા મળે, ત્યારબાદ ડીસ્ચાર્જ સ્લીપ ઉપરથી એક અઠવાડીયામાં DBT મારફતે રકમ તેઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

પ્રતિ લાભાર્થી લેખે જે એક “આશા” દ્વારા સગર્ભા માતાની નોંધણીથી પ્રસુતિના સમય દરમ્યાન અગત્યની તમામ સેવાઓ પુરી પાડવામાં મદદરૂપ થયેલ હોય અને અતિ જોખમી પ્રસુતિની શક્યતા વાળી પ્રસુતામાતાને ડિલીવરી બાદ ૭ દિવસના હોસ્પિટલમાં રોકાણ પછી રજા મળ્યા બાદ  જે તે “આશા” બહેનને પ્રોત્સાહક રકમ રૂ.૩૦૦૦/- DBT મારફતે તેઓના ખાતામાં ચુકવવામાં આવે છે.

નમોશ્રી” યોજના:-

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ નમો શ્રી યોજના અંતર્ગત આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. ૧૨૦૦૦/- ની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે.

નમો શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી કર્યેથી, સગર્ભાવસ્થાનાં ૬ માસ પુર્ણ થયેથી, સંસ્થાકીય પ્રસુતી થયેથી અને બાળકનું સંપુર્ણ રસીકરણ થયેથી તબક્કાવાર કુલ  રૂા.૧૨,૦૦૦/- ની સહાય પ્રથમ તેમજ દ્રિતીય સગર્ભાવસ્થા માટે આપવામાં આવે છે.

ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)માં ૧૧ કેટેગરીની બહેનોને લાભ આપવામાં આવે છે, તે જ ૧૧ કેટેગરીની બહેનોને નમો શ્રી યોજના અંતર્ગત લાભ આપવાનું નક્કી થયેલ છે. આ ૧૧ કેટેગરી નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ છે (દિવ્યાંગ જન), BPL રેશન કાર્ડ ધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) – આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઇ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિશાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 8 લાખ કરતાં ઓછી છે, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી

આ યોજના તા: ૦૧.૦૪.૨૦૨૪ થી રાજ્યમાં અમલી છે.અત્યારસુધીમાં કુલ ૬,૨૫,૭૩૬ જેટલા લાભાર્થીઓને (ટોટલ ૩ હપ્તાની ચુકવણી)રૂ.૧૫૧.૫૪ કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

આ યોજનાના લાભ માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકનાં સ્ત્રી આરોગ્ય કાર્યકર/ આશાનો સંપર્ક કરી શકે છે.

નવજાત બાળકો માટે રાજ્યમાં ઉપલબ્ધ સેવાઓ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે,  અંદાજીત ૧૨ લાખ બાળકોને Home based New born care દ્વારા ઘરે ઘરે જઇને આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે.

દરેક આરોગ્ય સંસ્થા ખાતે થ્રી ટાયર એપ્રોચ થકી દરેક ડિલીવરી પોઈન્ટ ખાતે કુલ – ૧૮૦૩ New Born Care Corner (NBCC) અને દરેક તાલુકા કક્ષાએ New born Stabilization Unit (NBSU) કુલ-૧૪૦ કાર્યરત કરાયા છે.  

ગંભીર બિમારી ધરાવતા બાળમૃત્યુ દરને રાજયની જાહેર આરોગ્ય સંસ્થાઓ ખાતેના સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનીટ (SNCU) થકી દર વર્ષે ૬૦,૦૦૦ થી વધુ બાળકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ વિનામુલ્યે સુનિશ્ચિત કરવામાં આવે છે.

૧૮૦૦ ગ્રામથી ઓછુ વજન ધરાવતા, જન્મજાત ખોડખાંપણ ધરાવતાવાળા તેમજ જટીલ અને ગંભીર બિમારી ધરાવતા બાળકોને (જન્મ સમયે શ્વાસોશ્વાસની તકલીફ, ચેપ લાગી જવો, કમળો, જન્મ સમયે ગર્ભનું પાણી પી જવું, અધુરા માસે જન્મેલ બાળકો) ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ અલાયદા યુનિટમાં વિના મુલ્યે સારવાર અપાય છે.

રાજયમાં મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલો ખાતે  કુલ – ૫૮ સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટો કાર્યરત છે.

છેલ્લા બે વર્ષમાં ૨.૩૬ લાખ જેટલા નવજાત શિશુને ગંભીર બિમારીનાં લક્ષણો જણાતા  સત્વરે ૧૦૮ મારફતે નજીકના ન્યુબોન કેર યુનિટ (NBSU) અથવા સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU) ખાતે રીફર કરીને સારવાર અપાઇ છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાંથી માતા અને બાળમૃત્યુદર સંપૂર્ણપણે ઘટાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે જ વર્ષ ૨૦૦૧-૦૩ માં ભારતમાં માતામૃત્યુદર ૩૦૧ હતો જ્યારે ગુજરાતમાં ૧૭૨ , અને વર્ષ ૨૦૧૮-૨૦માં ભારતમાં રહેલ માતામૃત્યુદર ૯૭ની સામે ગુજરાતમાં ૫૭ થયો છે.

તેવી જ રીતે વર્ષ ૨૦૦૧ માં ભારતમાં બાળમૃત્યુદર(IMR)૬૬ ની સામે ગુજરાતમાં ૬૦ હતો. જે છેલ્લે વર્ષ ૨૦૨૦માં ભારતમાં ૨૮ની સામે ગુજરાતમાં ૨૩ છે.

(ડેટા સોર્સ- SRS)

IMR-(Infant Mortality Rate) વર્ષ દરમિયાન જીવતાં જન્મેલાં દર ૧૦૦૦ બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા

MMR(Maternal Mortality Ratio) દર ૧ લાખ પ્રસુતિ એ મૃત્યુ પામતી માતાઓની સંખ્યા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field