Home ગુજરાત ગાંધીનગર રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં આજે તા....

રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં આજે તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ‘પોષણ પખવાડીયું -૨૦૨૫’ઉજવાશે

36
0

પોષણ વ્યસ્થાપન, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન જેવા વિવિધ પાંચ ક્ષેત્રોમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

‘વિકસીત ભારત’ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારત બનાવવામાં પોષણ અભિયાન ખુબ જ અગત્યનું પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં વર્ષમાં બે વાર સપ્ટેમ્બર અને માર્ચ-એપ્રિલ માસમાં અનુક્રમે ‘પોષણ માસ’ અને ‘પોષણ પખવાડિયું’ ઉજવવામાં આવે છે. આ અભિયાન પોષણક્ષમ આહાર તથા આરોગ્યપ્રદ ભારતના નિર્માણ તરફ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં આજે તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ‘પોષણ પખવાડીયું ૨૦૨૫’ ઉજવવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશને પોષણયુક્ત બનાવવાનો છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર ભારતમાં પોષણ અને આરોગ્ય માટેની સારી આદતોને પ્રોત્સાહિત કરવાનું છે. આ પહેલ પોષણ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે.

પોષણ પખવાડીયું ૨૦૨૫ માટે કુલ પાંચ મુખ્ય ક્ષેત્રો

આ વર્ષના પોષણ પખવાડીયા ૨૦૨૫ માટે કુલ પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવવી જેવા વિષયો પર કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાંત મોનિટરિંગ અને સેવા પહોંચાડવા માટે બેનિફિશિયરી મોડ્યૂલ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો પ્રચાર કરવો અને પરંપરાગત અને સ્થાનિક પોષણક્ષમ આહારને સ્વીકારવા માટે પ્રોત્સાહન આપવું જેવા પાંચ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે.

સમુદાયિક ગતિશીશીલતા માટેના પ્રયત્નો

પોષણ પખવાડીયા ૨૦૨૫નો મુખ્ય ઉદ્દેશ જન આંદોલનને પ્રોત્સાહિત કરવાનો છે. પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં આંગણવાડી કેન્દ્રોમાં વૃદ્ધિ દેખરેખ માટેના સત્રો, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પોષણ જાગૃતિ અભિયાન, માતા અને બાળ આરોગ્ય પર સમુદાય-આધારિત કાર્યક્રમો તથા સંતુલિત પોષણ માટે પરંપરાગત આહારને જોડતા વર્કશોપ યોજાશે.

પોષણ અભિયાનની પ્રવૃત્તિઓ

આ અભિયાન માટેની તૈયારીઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સંલગ્ન વિભાગોના નોડલ અધિકારીશ્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ તબક્કે, ખાસ કરીને ક્ષેત્રીય સ્તરે સંકલનના મહત્વ પર ભાર મુકી સંલગ્ન વિભાગો દ્વારા યોજાયેલી પ્રવૃત્તિઓના આયોજન પર ચર્ચા કરાઈ હતી. 

આવો આપણે સૌ સાથે મળી સામૂહિક પ્રયાસથી, “સુપોષિત ગુજરાત”ના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field