અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે રાજ્યની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા, 4 હજારથી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે
(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર/અમદાવાદ,
ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગની સેવાઓને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
રાજ્યની 7 GMERS સંલ્ગન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.
આ માઈક્રોસ્કોપના પ્રત્યેક યુનિટની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે.
ગુજરાતની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને આ આધુનિક ઉપકરણ મળ્યું છે.
આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે. ગુજરાતના નાગરિકોને વિદેશી સ્તરની તબીબી સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે.
આ સુવિધાથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, મહિસાગર, જુનાગઢ, વલસાડ, નવસારી, ડાંગ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાના આશરે 4 હજારથી વધુ ગામોને આરોગ્યલાભ મળશે.
આ માઈક્રોસ્કોપ પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL), જે ભારત સરકારની મહારત્ન કંપની છે, તેના સી.એસ.આર. (Corporate Social Responsibility) યોજના અંતર્ગત રાજ્ય માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પાવરગ્રિડ વીજ પરિવહન (power transmission) ક્ષેત્રે મહત્વનું કાર્ય કરે છે અને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસ માટે સામાજિક દાયિત્વને પણ પૂર્ણ કરે છે.
આધુનિક માઈક્રોસ્કોપની વિશેષતાઓ:-
• ઊચ્ચ-ગુણવત્તાવાળી ઝૂમ ટેકનોલોજી, ઓપરેશન દરમિયાન ટિશ્યૂના ઝીણાં ભાગો સ્પષ્ટ રીતે જોવા માટે.
• જન્મજાત બહેરાશ માટે કોક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરી, માથાના આંતરિક ભાગે થતી ગાંઠો માટે સ્કલ બેઝ સર્જરી,નાના તથા મોટા મગજમાં થતી ગાંઠો દૂર કરવા એટલે કે સી.પી.એંગલ (મગજ)ની સર્જરી તથા ચહેરાની નસની નબળાઈ કે ઈજા માટેની સર્જરી માટે વિશેષ ઉપયોગી.
• રિયલ-ટાઈમ ઇમેજિંગ ટેકનોલોજી, જે સર્જનને વધુ ચોકસાઈથી કાર્ય કરવામાં મદદ કરે.
• ઓછી ઇજા, ઓછું બ્લડ લોસ અને દર્દીઓને ઝડપી સાજો થવાનો લાભ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.