Home ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરી ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ...

રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરી ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

28
0

(G.N.S) dt. 27

ગાંધીનગર,

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫ (પાંચ) G.M.E.R.S. કૉલેજની મંજૂરી મળી:- ૫૦૦ મેડિકલ બેઠકો વધી- આરોગ્ય મંત્રીશ્રી

*રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને  G.M.E.R.S હેઠળ સમાવેશ કરાયો

*રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા ૧૫ વર્ષમાં ૧૩ નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ ૨૧૦૦ અને અનુસ્નાતકની કુલ ૩૦૦ ઉપલબ્ધ થઇ

*૧૩ કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રુ‌.૫૨૪૪ કરોડની રકમ ફાળવી – જેની સામે ટ્યુશન ફી ની આવક રુ.૨૨૧૬ કરોડ

*યુ.જી.ની ૨૧૦૦ તથા પી.જી.ની ૩૦૦ મળી કુલ ૨૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૪૩ (૭૨%) વિદ્યાર્થી સરકારશ્રીની  વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ હેઠળ ફી મા રાહત મેળવે છે

*રાજ્યમાં ૬ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ

*વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરી જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની G.M.E.R.S. સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કૉલેજ નો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન ૫૦૦ મેડિકલ બેઠકો વધી છે.
તદ્અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા ૨૦ વર્ષમાં ૧૩ નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ ૨૧૦૦ અને અનુસ્નાતકની કુલ ૩૦૦ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની ૧૩ કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂ.૫૨૪૪ કરોડની રકમ ફાળવી છે.
જેની સામે ટ્યુશન ફી ની આવક રૂ.૨૨૧૬ કરોડ થઇ છે. યુ.જી.ની ૨૧૦૦ તથા પી.જી.ની ૩૦૦ મળી કુલ રૂ.૨૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૪૩ (૭૨%) વિદ્યાર્થી સરકારશ્રીની  વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, CMSS યોજના તેમજ ફ્રી શીપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફી માં રાહત મેળવતાં હોય છે.
આ ઉપરાંત ૮ કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ.૪૨૮૭ કરોડ ફાળવેલ છે. નવી ૫ કોલેજોને રાજ્યના ૪૦ % અને કેન્દ્રના ૬૦ % લેખે ૯૭૬ કરોડ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વર્ષ ૨૦૨૩-૨૪માં જીએમઇઆરએસ હસ્તકની ૧૩ મેડીકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક રૂ.૩૭૫.૦૦ કરોડ સામે ૧૩ કોલેજો અને ૧૪ હોસ્પિટલોના અંદાજીત રૂ.૧૨૫૦.૦૦ કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂ.૮૪૩.૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મંત્રી શ્રી એ રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કૉલેજના સંચાલન સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં ૬ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરેલ છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાના કમાટીબાગમાં ડો. બાબા સાહેબ આંબેડકરના “સંકલ્પ ભૂમિ સ્મારક” ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવાઈ
Next articleચેર વૃક્ષોના વાવેતર વિસ્તારમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે: ડ્રોન દ્વારા બીજ નાખીને ચેરના વૃક્ષોનું વાવેતરનો નવતર પ્રયોગ:– વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ