Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની...

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન

46
0

(G.N.S) dt. 14

કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના અધિકારીઓને સંબોધન કર્યું: બોપલ ઘટનાના સંદર્ભથી આપી કડક સૂચના

કરાઈ,

કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાશે

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી આજે કે.યુ બેન્ડ મારફતે કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે.

શ્રી વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ પોલીસ આવું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેને ચલાવી લેવામાં નહિ આવે. રાજ્યના નાગરિકો જે નામને સન્માન આપી રહ્યા છે તેવા ‘ગુજરાત પોલીસ’નું નામ બદનામ થાય તેવું કોઈ પણ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરી કાર્યવાહી થશે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસ સંકળાયેલી હશે તો તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ
Next articleનેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરાયું