Home ગુજરાત ઉત્તર ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ

55
0

(G.N.S) Dt. 13

વડાપ્રધાનશ્રીની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં પોલીસીંગને લગતા વિવિધ વિષયો પર મળેલા સૂચનો અંગે ચર્ચા કરી તેના સુચારૂ અમલીકરણ પર ભાર મુકાયો, વિવિધ યુનિટના વડાશ્રીઓ તથા શહેર/ રેન્જ/ જિલ્લાના વડાશ્રીઓ મળીને 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં પ્રતિવર્ષ ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજીનો ઉપયોગ, ઇન્ટર્નલ સિક્યોરિટી, બોર્ડર સુરક્ષા, દરિયાઇ સુરક્ષા, આતંકવાદ જેવા વિવિધ પોલીસીંગને લગતા વિષયો પર મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવે છે. આ સૂચનોની અમલવારી રાજ્યમાં છેવાડાના પોલીસ સ્ટેશન સુધી સુચારૂ રૂપે થાય તે માટે આજે રાજ્યના પોલીસ વડાશ્રીની અધ્યક્ષતામાં ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા આ કોન્ફરન્સમાં મળેલા સૂચનોનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ અને તે સૂચનોનું સૂચારૂ રીતે સ્થાનિક લેવલ સુધી અમલીકરણ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. વિશેષમાં આધુનિક યુગમાં ડ્રોન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પણ સૂચન કર્યુ હતું.

આ કોન્ફરન્સમાં વિવિધ યુનિટના વડાશ્રીઓ તથા શહેર/ રેન્જ/ જિલ્લાના વડાશ્રીઓ મળીને 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૦૭-વાવ વિધાનસભા બેઠકની માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું; સાંજે ૦૫.૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૨૫ ટકા મતદાન
Next articleઅર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં પહેલી વખત 5 વિકેટ લીધી