Home રમત-ગમત Sports રાજસ્થાન વિરુદ્ધ મેચમાં વિકેટ ગુમાવતા પંતે પોતાના બેટને ગુસ્સામાં આવી દિવાલ પર...

રાજસ્થાન વિરુદ્ધ મેચમાં વિકેટ ગુમાવતા પંતે પોતાના બેટને ગુસ્સામાં આવી દિવાલ પર માર્યું

123
0

(જી.એન.એસ),તા.૨૯

મુંબઈ,

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં 12 રનથી હાર મળ્યા બાદ દિલ્હીની ટીમના કેપ્ટન રિષભ પંત ખુબ દુખી જોવા મળ્યો હતો. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ અંદાજે 14 મહિના બાદ પંત મેદાન પર ઉતર્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ પહેલી મેચમાં પણ પંતના બેટમાંથી કોઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતુ. તો રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં તે પિચ પર સમય પસાર કર્યા બાદ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો , ત્યારબાદ તે ગુસ્સાને કાબુમાં રાખી શક્યો નહિ. પેવેલિયન થી પરત ફરતી વખતે પંતે પોતાને બેટને ગુસ્સામાં આવી દિવાલ પર માર્યું હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી કેપિટ્લસની ટીમ આ મેચમાં 186ના સ્કોરનો પીછો કરી રહી હતી.

તેમણે 13 ઓવર પૂર્ણ થયા બાદ 105 રન બનાવી લીધા હતા. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ તરફથી 14મી ઓવર નાંખવા આવેલા યુઝવેન્દ્ર ચહલે સ્ટ્રાઈક પર ઉભેલા પંતને બોલ નાંખ્યો આ દરમિયાન પંતના બેટમાંથી અથડાય બોલ સીધો વિકેટકીપર સંજુ સેમસન પાસે ગયો હતો. આ રીતે પંત આઉટ થતાં ખુબ પરેશાન જોવા મળી રહ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટ્લસની ટીમના બોલરોએ શાનદાર શરુઆત કરી હતી અને 15 ઓવર સુધી રાજસ્થાન રોયલ્સની ટીમને માત્ર 108 રન જ બનાવવા દીધા હતા. ત્યારબાદ રિયાન પરાગની વિસ્ફોટક ઈનિગ્સમાં આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમની સ્થિતિ મજબુત થઈ હતી. પરાગના બેટમાંથી 45 બોલમાં 84 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ છે. રાજસ્થાનની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચ જીત્યા બાદ 4 અંક સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPL 2024ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું
Next articleરાજસ્થાન રોયલ્સના રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 84 રનની ઈનિગ્સ રમ્યા બાદ ઓરેન્જ કેપમાં બીજા સ્થાને પહોંચી ગયો